Not Set/ સુરતમાં બાળક માટે કાર્ટૂન જોવાની મજા બની મોતની સજા…

લિંબાયત વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી બાળક નીચે પટકાયું હતુ અને નીચે પટકાયેલા માસૂમનું 55 કલાકની સારવાર બાદ મોત નીપજતા….

Gujarat Surat
બાળક

સુરતમાં ચોકવનારી ઘટના સામે આવી છે.જેમાં સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી બાળક નીચે પટકાયું હતુ અને નીચે પટકાયેલા માસૂમનું 55 કલાકની સારવાર બાદ મોત નીપજતા પરિવાર શોકમાં સરી પડ્યું હતું. એકનો એક પુત્ર ગત શનિવારના રોજ સાંજે માતા બાથરૂમમાં જતાં મોબાઈલમાં કાર્ટૂન જોતાં જોતાં બારીમાંથી નીચે પટકાયો હતો. ઘટનાના હૃદય કંપાવી દેતા CCTV પણ સામે આવ્યા છે. જોકે આ ઘટના તમામ માતા પિતા માટે લાલ બત્તી સમાન છે. અને એ પણ સમજવું જરૂરી બની ગયું છે કે બાળકોને મોબાઈલની લત્ત મોતના મુખમાં પણ નાખી શકે છે.

આ પણ વાંચો :રાજય માં છેલ્લા ૨૪ કલાક માં કોરોનાના નવા માત્ર 12 કેસ નોંધાયા

આ ઘટના અંગે વસીમ અન્સારીએ જણાવ્યું હતું કે, તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને બે વર્ષનો વારીશ તેમનો એકનો એક પુત્ર હતો. ગયા શનિવારના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ માસૂમ દીકરા વારીશ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી દીકરાને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપી વોશરૂમ ગઈ હતી. જ્યાંથી પરત ફરતા વારીશ બેડ પર ન દેખાતા તેણે શોધખોળ શરૂ કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, બારીમાંથી નજર નીચે પડતા લોકોની ભીડ જોઈને ડરના મારે પત્ની નીચે દોડી આવી હતી. લોકોએ કહ્યું કે, બાળક નીચે પડતા તેને મહોલ્લાના છોકરાઓ હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળી પત્નીના હોશ ઉડી ગયા અને તેણે તાત્કાલિક મને જાણ કરતા હું પણ તાત્કાલિક દોડીને ઘરે આવી ગયો હતો.

આ પણ વાંચો :  ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદીએ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

ચોથા માળેથી પટકાયા બાદ ઇજાગ્રસ્ત માસૂમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં 55 કલાક તેની સારવાર કરાઈ હતી તેમ છતાં તેને બચાવી ન શકાયું. આ હદય કંપાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને જોઈ લોકોનું હૃદય પણ કાપી ઊઠે… સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે એક બાળક અચાનક જમીન પર પટકાયું અને પાસે ઉભેલા એક યુવકે તેને તરત જ ઉસકે લીધું અને તેના માથા પર હાથ ફેરવ્યો હતો. અને મહોલ્લાનાં લોકો બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા.

જોકે આ બાળકનો જીવ બચી શક્યો નહીં. આ પરિવાર એક મહિના પહેલા જ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા અને તેઓનો એકનો એક દીકરો હતો જોકે એકના એક દિકરાના મોતના પગલે પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયું છે. આ કિસ્સો સુરત નહીં પરંતુ સમગ્ર દેશના માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય..ત્યારે જો આપ આપના બાળકને મોબાઈલ રમવા માટે આપો છો તો તેની સાથે તેના પર નજર રાખવી પણ જરૂરી બની જાય છે નહીં તો એક સામાન્ય મોબાઈલ નાના બાળક માટે મોતનું કારણ બની શકે છે.

આ પણ વાંચો : રાજય માં ભારે વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 64 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

આ પણ વાંચો :લીંબડીના ભથાણ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા વાલીઓએ પ્રાથમિક શાળામાં ઘેરાવ કર્યો