- ચૂંટણી નિધિ માટે ફરજીયાત ચેકથી જ દાન મેળવવું
ચુંટણી ને લઈને બીજેપીએ તમામ દિશામાં કામગીરી શરુ કરી દીધી છે ચુંટણી સમયે થતા ખર્ચ અને મેળવવામાં આવતા દાન માટે પણ બીજેપીએ કાર્યકર્તાઓને જવાબદારી સોપી છે. જેમાં ઓછામાં ઓછા ૨૦૦ કરોડ રકમ ઉઘરાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે.બીજેપીએ કારોબારી બેઠક યોજી હતી જેમાં તમામ કાર્યકર્તાઓને બુથ સ્તર સુધી સુચન કરી નાણા એકત્ર કરવા માટે પણ સૂચન કર્યું છે.
પ્રદેશના મુખ્ય હોદ્દેદારોને આ સૂચન કર્યું હતું અને બાદમાં બુથ સ્તર સુધી આ વાત પહોચાડી અને તેના પર કામગીરી તેને લઈને મનોમંથન કરવામાં આવ્યું હતું જેમાં ચુંટણી નિધિ એકત્ર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓ,હોદ્દેદારો, નોંધાયેલા સભ્યો બીજેપીને સપોર્ટ કરતા લોકો પાસે જઈને ફંડ એકત્ર કરવું ઘરે ઘરે જઈને લોકોને સમજાવવા અને ફંડ એકત્ર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. અને તમામ ફંડ ફરજીયાત ચેકથી લેવા માટે સુચના આપવામાં આવી છે જેથી એ ફંડ ને ચુંટણી સમયે ઈલેકશન કમીશન સમક્ષ પણ મૂકી શકાય આ કામગીરી પેઈજ સમિતિના સભ્યોને સોપવામાં આવ્યું છે.
આ ચુંટણી નિધિ માટે ઓછામાં ઓછો ૨૦૦ કરોડનો લક્ષાંક રાખવામાં આવ્યો છે જેના આધારે આગામી ચુંટણી દરમિયાન ખર્ચ કરી શકાય સાથે જ ચેકથી મળેલી રાશીને સરકારમાં પણ દર્શાવી શકાય જેના માટે વધુ એક ટાર્ગેટ કાર્યકર્તાઓને સોપવામાં આવ્યો છે.
