મધ્યમવર્ગીય પરિવાર માટે અતિ મહત્વપૂર્ણ ગણાતી આયુષ્યમાન કાર્ડ યોજના (Ayushyaman Card Yojana) મહેસાણા(Mehsana)માં હાલ ચર્ચાના ચગડોળે છે. મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારને 10 લાખ સુધીની સારવાર ની સુવિધા આપતી આ યોજના માટે આયુષ્યમાન કાર્ડ (Ayushyaman Card Yojana) આવશ્યક છે પણ મહેસાણામાં 41000 કરતા વધુ લોકોના કાર્ડ અટકી પડ્યા છે. હાલમાં કાર્ડ મેળવવા આવતા 10 પૈકી 4 લોકોને કાર્ડ નથી મળી રહ્યું..આ સ્થિતિનું સર્જન થવા પાછળ રેશન કાર્ડમાં થયેલી ખોટી ઓનલાઈન એન્ટ્રી જવાબદાર છે. રેશનકાર્ડમાં ઓનલાઈન એન્ટ્રી વખતે થયેલી ગરબડ અને ભૂલને કારણે હાલ આયુષ્યમાન કાર્ડ માટે આવતા લોકોને હેરાન થવાની નોબત આવી છે.શુ છે આ આખો મામલો જુઓ અમારા આ વિશેષ રિપોર્ટમાં
આ છે મહેસાણાના મહોમદ સલીમ. મહોમદ સલીમની દીકરી હાલ સગર્ભા છે. તેમની દીકરીની સારવાર માટે આયુષ્યમાંન કાર્ડની જરૂરિયાત ઉભી થઇ છે. આ માટે મહોમદ સલીમ પણ મહેસાણાના આયુષ્યમાન કાર્ડ સેન્ટર ખાતે આવ્યા અહીં મહોમદ સલીમેં હાજર કર્મચારીને પોતાનું રેશનકાર્ડ અને જરૂરી દસ્તાવેજ આપ્યા આયુષ્યમાન કાર્ડ યોજનાની કામગીરી કરતા કર્મચારીએ સોફ્ટવેરમાં મહોમદ સલીમ દ્વારા અપાયેલ 4રેશન કાર્ડ નો નંબરની એન્ટ્રી કરવામાં આવી એન્ટ્રી કરતા જ જવાબ મળ્યો તમારું આયુષ્ય માન કાર્ડ નહીં નીકળી શકે.
આ કાર્ડ નહીં નીકળવા પાછળ કારણ એવું છે કે જ્યારે આયુષ્યમાન યોજનાના સોફ્ટવેરમાં રેશનકાર્ડ નંબર ની એન્ટ્રી કરવામાં આવી ત્યારે પરિવારના સભ્યોમાં માત્ર મહોમદ સલીમનું નામ ઓનલાઈન જોવા મળ્યું..પરિવારના અન્ય સભ્યોના નામના સ્થાને ડી ડી એફ એફ અને એસ એસ જેવા શબ્દો લખાયેલ જોવા મળ્યા નિયમ મુજબ રેશન કાર્ડમાં પ્રોપર નામ હોય અને તેની ઓનલાઈન એન્ટ્રી થયેલી હોય તો જ આયુષ્યમાન કાર્ડ નીકળી શકે..પણ મહોમદ સલીમના રેશન કાર્ડ ની ઓનલાઈન એન્ટ્રી કરનાર ઓપરેટરે માત્ર મહોમદ સલીમ નું નામ લખી પરિવારના અન્ય સભ્યોના સ્થાને એફ એફઅને એસ એસ જેવા શબ્દો લખી નાખ્યા છે.
આ કારણે મહોમદ સલીમ ને આયુષ્યમાન કાર્ડ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો..મહોમદ સલીમ જેવા હાલ છેલ્લા 1 મહિનામાં મહેસાણામાં 41000 લોકો સામે આવ્યા છે. હાલ સેન્ટર ઉપર કાર્ડ માટે આવતા 10 પૈકી 4 લોકોના કાર્ડમાં આ પ્રકારે એન્ટ્રી જોવા મળી રહી છે.આ કારણે આયુષ્યમાન કાર્ડ સેન્ટર દ્વારા આવા લોકોના સ્પષ્ટ નામ નહીં હોવાને કારણે કાર્ડ કાઢી આપવાનો ઇન્કાર કરવામાં આવે છે.આ સ્થિતિમાં પાડા ના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ ઘડાયો છે. ભૂલ કોઈની અને ભરે કોઈ તે પ્રકારની સ્થિતિ હાલ મહેસાણામાં ઉભી થઇ છે.
પહેલા મુખ્યમંત્રી અમૃતમ,ત્યારબાદ મા વાસ્તલય અને હવે આયુષ્યમાન ભારતના નામે ઓળખાતી આ યોજનાનું સોફ્ટવેર ગત ઓક્ટોમ્બર 2023માં બદલવામાં આવ્યું હતું.આ પૂર્વે આયુષ્યમાન સોફ્ટવેર વન નો ઉપયોગ થતો હતો.હવે આયુષ્યમાન સોફ્ટવેર 2 નો ઉપયોગ કાર્ડ માટે કરવામાં આવે છે.આ સોફ્ટવેરમાં રેશનકાર્ડની ઓનલાઈન એન્ટ્રી અને વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે.
આ કારણે હવે આયુષ્યમાન કાર્ડ માટે કોઈ વ્યક્તિ સેન્ટર ઉપર જાય ત્યારે સૌથી પહેલાં તેનો રેશનકાર્ડ નંબર સોફ્ટવેરમાં એન્ટર કરવામાં આવે છે.પણ મહેસાણામાં રેશનકાર્ડ ની ઓનલાઈન એન્ટ્રી કરનાર ઓપરેટરો ની લાલીયાવાડી ને કારણે હાલમાં આ કાર્ડ ની કામગીરી અટકી પડી છે.રેશનકાર્ડમાં ઓનલાઈન એન્ટ્રી કરનાર ઓપરેટરોએ પરિવારના સભ્યોને યોગ્ય નામ લખવાને બદલે પોતાના મનમાં આવે તે શબ્દો લખી નાખ્યા છે.
આ કારણે જ્યારે આયુષ્યમાન કાર્ડ માટે રેશનકાર્ડ નંબર નાખવામાં આવે છે.ત્યારે પરિવારના સભ્યોના નામને બદલે ડી ડી..એફ એફ અને એસ એસ જેવા શબ્દો લખેલા જોવા મળે છે.આ કારણે ઇમરજન્સી પરિસ્થિતિમાં પણ લોકોના કાર્ડ નીકળી શકતા નથી
આયુષ્યમાન કાર્ડ જેવી યોજના ગરીબ પરિવારો માટે આર્શીવાદ રૂપ છે.પણ જ્યારે ખરેખર ઇમરજન્સી હોય ત્યારે રેશનકાર્ડ ની ઓનલાઈન એન્ટ્રીમાં થયેલી ગરબડ ને કારણે અનેક લોકો આ યોજનાનો લાભ લઇ શકતા નથી.
ત્યારે રેશનકાર્ડ ની ઓનલાઈન એન્ટ્રી કરનાર એજન્સી સામે પગલાં લેવા ખૂબ જરૂરી છે.મહેસાણામાં હાલમાં 41000 કરતા વધુ લોકોના રેશનકાર્ડમાં આવી ગરબડ સામે આવી છે.અને દિન પ્રતિદિન આ સંખ્યા વધી રહી છે.
આ પણ વાંચો:Surat Municipality Budget/સુરત મ્યુનિ. બજેટમાં વિઝન 2047 પર ફોકસ કરવામાં આવ્યું
આ પણ વાંચો:Rajkot/પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો
આ પણ વાંચો:Vadodara-Muni.-Budget/ચૂંટણી વર્ષમાં વડોદરા મ્યુનિ.નું કરવેરામાં વૃદ્ધિ વગરનું 5,523 કરોડનું બજેટ
