Anand News/ આણંદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનાથી ચકચાર

પૂર્વ પટ્ટી વિસ્તારની બીસ્મિલ્લાહ સોસાયટીમાં ફાયરિંગ

Top Stories Gujarat Breaking News

Anand News : આણંદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનાને પગલે ગભરાટ ફેલાયો હતો. જેમાં પૂર્વ પટ્ટી વિસ્તારની બીસ્મિલ્લાહ સોસાયટીમાં ફાયરિંગનો આ બનાવ બન્યો હતો. જેને પગલે અસામાજિક તત્વોએ આણંદ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ફાયરિગની આ ઘટના બાદ સફાળી જાગેલી પોલીસ એક્શન મોડમાં આવી હતી.

જેમાં ક્રાઈમ બ્રાંચે રાજુ મચ્છી નામના શખ્સની અટકાયત કરી હતી. જોકે પોલીસ દ્વારા ફાયરિંગની ઘટનાને પુષ્ટિ આપવામાં આવી નથી. બીજીતરફ આરોપી રાજુ મચ્છી બંદૂક સાથે ઝડપાયો હોવાની માહિતી મળી છે. ગત રાત્રે 3થી 4 જગ્યાએ આરોપીએ બબાલ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન! બિલ્ડર સામે તપાસ

આ પણ વાંચો:વલસાડના 108ના કર્મચારીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો

આ પણ વાંચો:વલસાડમાં બાળકોને અપાતા ભોજન અને નાસ્તાનું અનાજ સડેલું જોવા મળ્યું