Nepal Flood: નેપાળમાં સર્જાયેલા વિનાશકારી જળપ્રલય વચ્ચે ગુજરાતના લોકોની ચિંતા (Gujarat People Missing Nepal) વધી રહી છે. મૂળ દહેગામના અને હાલ અમેરિકામાં રહેતા અમિતા અમીન, તેજલ પટેલ અને જીતેન્દ્ર પટેલ નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી સંપર્કવિહોણા (Dahegam 3 Missing ) હોવાની માહિતી સામે આવી છે. ત્રણેય કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, જળપ્રલય સર્જાય તે પહેલાં તેમની સાથે વાતચીત થઈ હતી, પરંતુ ત્યારબાદ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
દહેગામના ત્રણ લોકો ત્રણ દિવસથી સંપર્કવિહોણા
મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામના અને હાલમાં અમેરિકામાં રહેતા અમિતા અમીન, તેજલ પટેલ અને જીતેન્દ્ર પટેલ નેપાળમાં જળપ્રલયની સ્થિતિ વચ્ચે સંપર્કવિહોણા બન્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ત્રણેયને કૈલાશ માનસરોવરની (Kailash Mansarovar Yatra) યાત્રાનો અગાઉ પણ અનેક વખત અનુભવ રહ્યો છે. જળપ્રલયની સ્થિતિ સર્જાય તે પહેલાં પરિવાર સાથે તેમની વાતચીત થઈ હતી. જોકે, જળપ્રલયના આશરે એક કલાક પહેલાં વાત થયા બાદ છેલ્લા ત્રણ દિવસથી ત્રણેયનો (Nepal Flood) કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેના કારણે પરિવારજનોની ચિંતા સતત વધી રહી છે.
પરિવારજનોએ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરનો સંપર્ક કર્યો
ત્રણેય વ્યક્તિઓનો સંપર્ક ન થતાં પરિવારજનોએ સમગ્ર મામલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કર્યો છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા કલેક્ટર કન્ટ્રોલ રૂમને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. હાલ પરિવારજનો ત્રણેય લોકો સુરક્ષિત હોવાની માહિતી મળે તેની રાહ જોઈ રહ્યા છે.
Gujarat People Missing Nepal: ગુજરાતના કુલ 26 લોકો સંપર્કવિહોણા
નેપાળમાં સર્જાયેલી પૂરની વિકટ સ્થિતિ વચ્ચે ગુજરાતના વિવિધ જિલ્લાઓના કુલ 26 લોકો સંપર્કવિહોણા હોવાની માહિતી સ્ટેટ ઈમરજન્સી સેન્ટરને મળી છે. જેમાં અમદાવાદ અને આણંદ જિલ્લાના 5-5 લોકો, ગાંધીનગર જિલ્લાના 4 લોકો, સુરત અને ખેડા જિલ્લાના 3-3 લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમરેલી અને વડોદરા જિલ્લાના 2-2 લોકો તેમજ રાજકોટ અને વલસાડ જિલ્લાના 1-1 વ્યક્તિનો પણ સંપર્ક થઈ શક્યો નથી.
નેપાળમાં સતત બદલાતી પરિસ્થિતિ વચ્ચે સંપર્કવિહોણા લોકોના પરિવારજનો ચિંતામાં છે. ખાસ કરીને દહેગામના ત્રણેય લોકો સાથે છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક ન થતાં પરિવારજનો તેમના સુરક્ષિત હોવાની માહિતીની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા અથવા સંપર્કવિહોણા ગુજરાતીઓના પરિવારજનોની મદદ માટે હેલ્પલાઇન અને કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારજનો આ માધ્યમથી સતત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: નેપાળ-તિબેટ પૂર વચ્ચે તળાવ ફાટવાનું જોખમ, રેસ્ક્યૂ ઓપરેશન રોકાયું,મૃત્યુઆંક 469, 977 લોકો ગુમ
આ પણ વાંચો: ચીન-નેપાળ સરહદ પાસે બેરિયર લેક તૂટવાનો ખતરો: આગામી 72 કલાક અત્યંત મહત્વના, ભારત પર પણ પૂરનું જોખમ
આ પણ વાંચો: નેપાળમાં ગ્લેશિયર ફાટતાં તબાહી: 392નાં મોત, 1,500થી વધુ લોકો ગુમ; ચીનમાં પણ બીજા પૂરનું જોખમ
