Covid-19/ દેશમાં કોરોનાનાં Active કેસોની સંખ્યામાં થયો ઘટાડો, રિકવરી રેટ પણ વધ્યો

ભારતમાં કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જતો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. દૈનિક કેસોની સાથે, એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

Top Stories India

વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 23.58 કરોડ થયા છે. આ મહામારીનાં કારણે કુલ 48.0 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 6.34 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુ અને કુલ રસીકરણની સંખ્યા અનુક્રમે 235,805,910 – 4,816,244 – 6,344,593,766 છે. વળી ભારતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક

આપને જણાવી દઇએ કે, ભારતમાં કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જતો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. દૈનિક કેસોની સાથે, એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં 18,833 કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસો કુલ કેસોનાં 1 ટકાથી પણ ઓછા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. જો કે, તહેવારોની સીઝન નજીક આવી રહી છે તે જોતા નિષ્ણાતોએ લોકોને કોરોના ગાઇડલાઇનનું કડક પાલન કરવાની સલાહ આપી છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 2,46,687 છે, જે 203 દિવસમાં આ સૌથી ઓછી છે. એટલું જ નહીં, દેશમાં કોરોનાનો રિકવરી રેટ પણ વધ્યો છે. હાલમાં તે 97.94% છે. માર્ચ 2020 પછી આ સૌથી વધુ છે.

આ પણ વાંચો – IPL 2021 / મુંબઈની ટીમે માત્ર 8.2 ઓવરમાં રાજસ્થાનને હરાવી Playoff માં આવવાની આશા રાખી જીવંત

છેલ્લા 24 કલાકમાં, 24,770 લોકો કોરોનાથી ઠીક થયા છે, ત્યારબાદ કોરોના કેસની કુલ સંખ્યા વધીને 3,31,75,656 થઈ ગઈ છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ (1.68%) છેલ્લા 103 દિવસથી 3% થી નીચે રહ્યો છે. છેલ્લા 37 દિવસ (1.68%) માટે દૈનિક પોઝિટિવિટી રેટ પણ 3% કરતા ઓછો છે. કોરોનાનાં કેસોની ઓળખ માટે ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં દેશભરમાં 57.68 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી, લોકોને વાયરસથી બચાવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભારતમાં અત્યાર સુધીમાં કુલ 92.17 વેક્સિન આપવામાં આવી છે.