Not Set/ ભારતીય ક્રિકેટ ટીમમાં આ ખતરનાક બોલરની થઇ એન્ટ્રી, 150ની સ્પીડ સાથે કરે છે બોલિંગ

તોફાની બોલિંગથી વર્ષ 2018 માં ભારત અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર ઝડપી બોલર કમલેશ નાગરકોટી હવે સંપૂર્ણ રીતે ફિટ થઇ ગયો છે અને તેને ઇમર્જિંગ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈજાનાં કારણે નાગરકોટી આઈપીએલની પાછલી સીઝનમાં રમી શક્યો ન હતો. કોલકાતા નાઈટ રાઇડર્સે તેને આઈપીએલમાં ખરીદ્યો હતો, જોકે કમનસીબે તેને પગમાં ઈજા […]

Top Stories Sports

તોફાની બોલિંગથી વર્ષ 2018 માં ભારત અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર ઝડપી બોલર કમલેશ નાગરકોટી હવે સંપૂર્ણ રીતે ફિટ થઇ ગયો છે અને તેને ઇમર્જિંગ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈજાનાં કારણે નાગરકોટી આઈપીએલની પાછલી સીઝનમાં રમી શક્યો ન હતો. કોલકાતા નાઈટ રાઇડર્સે તેને આઈપીએલમાં ખરીદ્યો હતો, જોકે કમનસીબે તેને પગમાં ઈજા થઈ હતી અને દોઢ વર્ષ સુધી તે ગ્રાઉન્ડની બહાર રહ્યો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) નાં અધ્યક્ષ, આશીષ કપૂરે નવેમ્બરમાં બાંગ્લાદેશમાં યોજાનાર ઇમર્જિંગ એશિયા કપ માટે ટીમમાં જાહેરાત કરી હતી. ઇમર્જિંગ એશિયા કપ નવેમ્બરમાં બાંગ્લાદેશમાં યોજાવાનો છે, જેની કેપ્ટનશીપ બી.આર. શરથ કરશે. વસીમ જાફરનાં ભત્રીજા અરમાન જાફરને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. 19 વર્ષીય નાગરકોટી ઈજાનાં કારણે આ વર્ષે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમી શક્યો નહતો. આ સિવાય તે ઘરેલુ સીઝનથી પણ બહાર રહ્યો હતો. નાગરકોટીએ ગયા વર્ષે રાજસ્થાન માટે વિજય હઝારે ટ્રોફીમાં તેની છેલ્લી મેચ રમી હતી.

ઇમર્જિંગ એશિયા કપ માટેની ભારતીય ટીમ

વિનાયક ગુપ્તા, આર્યન જુયાલ, બીઆર શરત (કેપ્ટન અને વિકેટકીપર) ચિન્મય સુતાર, યશ રાઠોડ, અરમાન જાફર, સંવીર સિંહ, કમલેશ નાગરકોટી, ઋતિક શૌકિન, એસ.એ.દેસાઇ, અર્શદીપસિંહ, એસઆર દુબે, કુમાર સૂરજ , પી.રેખાડે અને કુલદીપ યાદવ.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.