Gandhinagar News/ ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરાશે

ગુજરાતમાં શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા ટૂંક સમયમાં વ્યાયામ શિક્ષકો (PT Teacher)ની મોટાપાયા પર ભરતી (Recruitment) કરવામાં આવવાની છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા ટૂંક સમયમાં વ્યાયામ શિક્ષકો (PT Teacher)ની મોટાપાયા પર ભરતી (Recruitment) કરવામાં આવવાની છે. શિક્ષણ વિભાગે આ માટેની ધરખમ તૈયારીઓ આદરી પણ દીધી છે. રાજ્ય સરકારે 1,141 વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપી છે. આ ભરતી છઠ્ઠાથી આઠમા ધોરણ માટે કરવામાં આવનારી છે. આ ભરતી સેટ પરીક્ષા (સ્કૂલ એપ્ટિટ્યુડ ટેસ્ટ)ના મેરિટના આધારે કરવામાં આવનારી છે. સીએમ ભુપેન્દ્ર પટેલની મંજૂરી પછી જ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવનારી છે.

PT Teacherની સરકારી સ્કૂલોમાં Recruitment

સરકારી સ્કૂલોમાં ભરતી થયા પછી રમતગમત અને શારીરિક શિક્ષણને પ્રોત્સાહન મળશે તેમ માનવામાં આવે છે. ભરતીમાં વયમર્યાદામાં ખાસ છૂટ આપવામાં આવી છે. સામાન્ય વર્ગના ઉમેદવારને 38 વર્ષ સુધી છૂટછાટ મળશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારને 43 વર્ષ સુધીની છૂટછાટ આપશે તેમ કહેવામાં આવ્યું છે. તેમા પણ અનામત મહિલા ઉમેદવારને 48 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવનારી છે.

રમતગમતને વેગ આપવા કરાશે ભરતી

શિક્ષણ વિભાગે જારી કરેલી દરખાસ્ત મુજબ રાજ્યની સ્કૂલોમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા અને રમતગમત પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ખાલી પડેલી આ જગ્યાઓને ધ્યાનમાં રાખીને ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારે આ માટે માન્ય યુનિવર્સિટીમાંથી સીપી.એડ, બીપી.એડ અથવા ડીપી.એડ જેવી શારીરિક શિક્ષણ સંબંધી વ્યવસાયિક લાયકાત જરૂરી રહેશે. નવી નિમણૂક મેળવનારને સરકારની નીતિ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે. તેના પછી તેનો નિયમિત પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે. રાજ્યમાં રમતગમત અને શારીરિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારના નિર્ણયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આના કારણે હજારો યુવાનોને સરકારી નોકરી મળશે.


આ પણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળાઓના સમયમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો : વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં ગુજરાત યુનિ. બહાર NSUI કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, કાર્યકરોની ટીંગાટોળી કરાઈ અટકાયત, રાજ્યભરમાં આંદોલન ચાલુ રાખવાની ચીમકી

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતની ગ્રાન્ટ એઇડ સ્કૂલો-કોલેજોમાં વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ