Ahmedabad News: રાજ્યમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 138 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમા રાજકોટના લોધિકામાં સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ ખાબક્યા છે.
ગીર સોમનાથના વેરાવળમાં સાડા 4 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં પોણા 4 ઈંચ, અમરેલીના લાઠીમાં સાડા 3 ઈંચ, રાજકોટના ધોરાજીમાં સવા 3 ઈંચ અને ખેડાના મહેમદાવાદમાં પોણા 3 ઈંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 53% વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વધુ વરસાદે વિરામ લીધા બાદ મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી વાતાવરણમાં અસહ્ય બફારો રહ્યા બાદ અંતે સાંજે 5 વાગ્યા આસપાસ વાતાવરણમાં પલટો આવતાં એકાએક ધીમીધારે વરસાદ થતા વરસાદી માહોલ સર્જાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા 51% થી 75% જેટલી પ્રબળ છે. જ્યારે 11 અને 12 જુલાઇના રોજ વરસાદનું જોર ઘટી શકે છે. આ બંને દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા 26 થી 50% જેટલી જણાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, આ દરમિયાન અસહ્ય ઉકળાટનો કહેર યથાવત રહી શકે છે.
ઉત્તર ગુજરાતના 47 પૈકી 25 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહેસાણાના ખેરાલુમાં પોણો ઇંચ અને સતલાસણામાં પાંચ મીમી, ઊંઝા-કડીમાં 2 મીમી વરસાદ પડ્યો છે. રાધનપુરમાં 42 મીમી, હારિજમાં 31 મીમી, શંખેશ્વરમાં 28 મીમી, સમીમાં 22 મીમી, સરસ્વતીમાં 18 મીમી, સાંતલપુરમાં 6, સિદ્ધપુરમાં 5 મીમી, પાટણ – 5 મીમી વરસાદ પડ્યો છે.
બનાસકાંઠાના ભાભરમાં સાડા 3 ઇંચ, દાંતા અને દિયોદરમાં 1-1 ઇંચ, સુઇગામ અને વડગામમાં પોણો ઇંચ, કાંકરેજમાં 6 મીમી, પાલનપુરમાં 4 મીમી, ડીસામાં 2 મીમી વરસાદ પડ્યો છે. સાબરકાંઠા : પ્રાંતિજમાં સાડા 3 ઇંચ, તલોદમાં 2 ઇંચ, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પોણો ઇંચ, હિંમતનગરમાં 7 મીમી વરસાદ પડયો છે.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
