વેપાર યુદ્ધને કારણે ચીન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. શુક્રવારે ચીને અમેરિકન ઉત્પાદનો પર બે નવા ટેરિફ લગાવ્યા ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગુસ્સો આવ્યો. ટ્રમ્પે ચીન પર આકરા પ્રહાર કર્યા હતા અને ટેરિફમાં થયેલા વધારાને ‘અયોગ્ય વેપાર સંબંધ’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ચીને 75 અબજ ડોલરના ના યુ.એસ. ઉત્પાદનો પર નવા ટેરિફ લાદવા જોઈએ નહીં. ટ્રમ્પે તેને રાજકીય પ્રેરિત ચાલ ગણાવી હતી. આ અગાઉ ચીને શુક્રવારે અમેરિકન ઉત્પાદનો પર નવા ટેરિફ લગાવ્યા હતા, ત્યારબાદ બંને દેશો આમને સામને આવી ગયા હતા.
ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી કે યુ.એસ. પણ ઉત્પાદનો પર ટેક્સ વધારશે. યુએસ પ્રમુખે કહ્યું કે, 1 ઓક્ટોબરથી અમેરિકા પણ 250 અબજ ડોલરના ઉત્પાદનો પર ટેરિફ 25 ટકાથી વધારીને 30 ટકા કરશે. તેમણે ચીની ઉત્પાદનો પર 10% થી 15% ટેરિફ વધારવાની ધમકી આપી હતી. વર્તમાન વેપાર યુદ્ધ ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તણાવને કારણે ટ્રેડ વોર વધી ગયું છે. જેના કારણે ચાલુ આર્થિક મંદી વધી છે, અત્યારે આનો કોઈ સમાધાન નથી.
For many years China (and many other countries) has been taking advantage of the United States on Trade, Intellectual Property Theft, and much more. Our Country has been losing HUNDREDS OF BILLIONS OF DOLLARS a year to China, with no end in sight….
— Donald J. Trump (@realDonaldTrump) August 23, 2019
ટ્રમ્પે શુક્રવારે ચીનમાં ધંધો કરતી અમેરિકન કંપનીઓને વિકલ્પ શોધવા કહ્યું હતું. વચન પણ આપ્યું હતું કે વ્હાઇટ હાઉસ ખાતે આર્થિક સલાહકાર ટીમને મળ્યા બાદ તે આગળની કાર્યવાહી કરશે. ટ્રમ્પે એક ટ્વિટમાં કહ્યું, ‘અમને ચીનની જરૂર નથી, અમે તેમના વિના ઘણા સારા છીએ. આપણી મોટી કંપનીઓએચીન સિવાય આની વિકલ્પો શોધવા જોઇયે.
…unfair Trading Relationship. China should not have put new Tariffs on 75 BILLION DOLLARS of United States product (politically motivated!). Starting on October 1st, the 250 BILLION DOLLARS of goods and products from China, currently being taxed at 25%, will be taxed at 30%…
— Donald J. Trump (@realDonaldTrump) August 23, 2019
ચીનના વેપાર વિશેષજ્ઞનું કહેવું છે કે આ પગલાથી યુએસ અને ચીન વચ્ચેનો મડાગાંઠ વધુ ઘેરી બનશે. યુએસ-ચાઇના બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ ક્રેગ એલનએ કહ્યું, ‘દરેકને ખબર હતી કે આવું થશે. આ પગલું આઘાતજનક અને નિરાશાજનક છે..
…unfair Trading Relationship. China should not have put new Tariffs on 75 BILLION DOLLARS of United States product (politically motivated!). Starting on October 1st, the 250 BILLION DOLLARS of goods and products from China, currently being taxed at 25%, will be taxed at 30%…
— Donald J. Trump (@realDonaldTrump) August 23, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
