Gujarat School News: ગુજરાતની રાજ્યની માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન (Gujarat School Vacation 2026)ની તારીખો જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા 26 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25 નવેમ્બર, 2026 સુધી રહેશે. આ રીતે વિદ્યાર્થીઓને કુલ 21 દિવસનું વેકેશન મળશે. ત્યારબાદ 26 નવેમ્બરથી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
Gujarat School Vacation 2026: 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના પરિપત્ર મુજબ, રાજ્યની માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓમાં 5 નવેમ્બરથી દિવાળી વેકેશન (Primary School Holiday) શરૂ થશે, જે 25 નવેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સતત 21 દિવસની રજા (Diwali Vacation Dates 2026) મળશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડરને ધ્યાનમાં રાખીને વેકેશનની તારીખો નક્કી કરવામાં આવી છે. 26 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તારીખોની એકરૂપતા જાળવવા સૂચના
પરિપત્રમાં જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે. તેનો હેતુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વેકેશનની તારીખોમાં એકરૂપતા (Gujarat Education News) જાળવવાનો છે.
આ ઉપરાંત, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર PTC કોલેજો તથા તેમના તાબા હેઠળની શાળાઓને પણ પરિપત્ર મુજબ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય 19 નવેમ્બરથી
પરિપત્રમાં અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. NCTEના ધારાધોરણો મુજબ જરૂરી કાર્યદિવસો પૂર્ણ કરી શકાય તે માટે પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય 19 નવેમ્બર, 2026થી ફરી શરૂ કરવાનું જણાવાયું છે.
આમ, પ્રાથમિક શાળાઓના દિવાળી વેકેશનની તારીખો જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને રજાના આયોજનમાં મદદ મળશે.
આ પણ વાંચો: અક્ષય કુમારના પુત્ર આરવ સાથે અનન્યા પાંડેના વેકેશનની તસવીરો વાયરલ, ડેટિંગની ચર્ચા તેજ
આ પણ વાંચો: શું મેધા શંકર સાથે વેકેશન પર છે સમય રૈના? ફેન્સે શોધી કાઢ્યો ક્લૂ
આ પણ વાંચો: ગુજરાતમાં ધોરણ 11-12 સાયન્સ માટે અભ્યાસના દિવસો વધારવાની માંગ, દિવાળી-ઉનાળુ વેકેશન ઘટાડવાની માંગ
