- બનાસકાંઠાઃ દિવાળી પહેલા આરોગ્ય વિભાગ એકશનમાં
- પાલનપુર અને ડીસામાં શંકાસ્પદ મીઠાઈ અને ઘી કરાયું જપ્ત
- ડીસાની પદ્મનાથ ફ્રુડ પ્રોડક્ટ, શાસવત પ્રીમિયમ શુદ્ધ ધી પર રેડ
- શંકાસ્પદ મીઠાઈ અને ઘી કરાયુ જપ્ત
તહેવારોની શરૂઆતની સાથે બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે. એમાં પણ દિવાળી જયારે નજીક હોય ત્યારે બજારમાં અવનવી વસ્તુઓ વેચાવવા લાગે છે. પરંતુ આ વચ્ચે બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ પણ એકશનમાં આવ્યું છે. પાલનપુર અને ડીસામાંથી શંકાસ્પદ મીઠાઈ અને ઘીને જપ્ત કરવામાં આવ્યું છે.
એકસાથે ઘણી બધી જગ્યાએ આરોગ્ય વિભાગે રેડ પાડી હતી. ડીસાની પદ્મનાથ ફ્રુડ પ્રોડક્ટમાં શાસવત પ્રીમિયમ શુદ્ધ ધી પર રેડ પાડવામાં આવી હતી. જયારે તપાસ કરવામાં આવી ત્યારે ભેળસેળ યુક્ત પ્રોડક્ટ મળી આવી હતી. ત્યારબાદ બીજી મીઠાઈની તપાસ કરી અને બાકી શંકાસ્પદ મીઠાઈ અને ઘીને જપ્ત કર્યું હતું.
પાલનપુર ઔષદ નિયમન કચેરીએ કાર્યવાહી શરુ કરી છે. પાલનપુરની મેં. ખંડેલવાલ ડેરી પ્રોડક્ટમાં પણ રેડ પાડવામાં આવી હતી. ઔષદ નિયમન કચેરીએ 9.29 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે જ શંકાસ્પદ 2849 કિલો મીઠાઈનો જથ્થો , 567 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો:Ahmedabad/અમદાવાદનું વાતાવરણ બગડ્યું, શહેરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા….
આ પણ વાંચો:Stolen/રાજકોટમાં પોલીસને મળી સફળતા, 56 લાખના રફ હીરા અને રૂ. 8 લાખની રોકડની ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:ગમખ્વાર અકસ્માત/દાંતા નજીક ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 3ના મોત
