ગમખ્વાર અકસ્માત/ દાંતા નજીક ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 3ના મોત

દાંતા નજીક એક ટેન્કર અને રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષામાં હાજર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

Gujarat Others
3 killed in an accident between a tanker and a rickshaw near Danta

રાજ્યમાં અનેક અકસ્માતોની ઘટના બનતી હોય છે, ત્યારે દાંતા નજીક એક ટેન્કર અને રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષામાં હાજર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર કાંટીવાસના માલણા અને ગોઠડા વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અત્યારે લોકો બેફામ વાહન હાંકતા હોય છે ત્યારબાદ તેમની આ બેદરકારી ગમે ત્યારે મોંઘી પડી શકે છે. સતલાસણાના ગોઠડા પુલ ઉપર જયારે વાહન પસાર થઇ રહ્યા હતા, ત્યાં અચનાક જ બે વાહનો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી અનુસાર અકસ્માત ટેન્કર અને રીક્ષા વચ્ચે થયો હતો. આ અક્સમાત એટલો ગંભીર હતો કે રીક્ષા ના કુચ્ચા બોલાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી ઉપરાંત અકસ્માતને કારણે ત્યાં મોટી માત્રામાં ભીડ પણ જોવા મળી રહી હતી અને સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

આ ઉપરાંત ટેન્કર દૂધ સાગર ડેરીનું હતું જેમાં ડ્રાઇવર સહીત બીજું એક વ્યક્તિ હાજર હતું તથા રીક્ષામાં રિક્ષાચાલક સહીત મુસાફરો સવાર હતા. આ અકસ્માત થતા ત્યા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. જયારે રીક્ષામાં સવાર ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા સાથે સાથે ચાર લોકો ને ગંભીર ઈજાઓ પહોચી હતી. ત્યાં ઉપસ્થિત લોકોએ તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ પણ વાંચો:Robbery/ભાવનગરમાં અલકા ટોકીઝ પાસે લૂંટ મામલે કરી પાંચ આરોપીની ધરપકડ

આ પણ વાંચો:Fraud/જામનગરમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયો યુવક, કોરા કાગળ પર કરાવી સહિ

આ પણ વાંચો:Bhuj/ભારે કરી…. ભુજમાં રખડતા કુતરા સાથે અધમ કૃત્ય, જાણો શું છે સમગ્ર ઘટના