gujarat highcourt/ જામનગરના એડવોકેટ કિરીટ જોશીના હત્યા કેસમાં 5ને હાઈકોર્ટે દંડ ફટકાર્યો

રાજકોટ વિભાગના આઈ.જી. અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ આ ગુનાના તપાસ જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર.બી.દેવઘા

Top Stories Gujarat Breaking News

Jamnagar News: જામનગર(Jamnagar)ના અતિચકચાર એડવોકેટ કિરીટ જોશી (Kirit Joshi) હત્યા (Murder) પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓ કે જે ચાલુ કેસ દરમિયાન 7 વર્ષ બાદ પોતે સંડોવાયેલા નથી, તેવી ખોટી અરજી કરી હતી. તેમજ આ પ્રકરણના ત્રણ સાક્ષીઓ કે જેઓ પણ અદાલત સમક્ષ ફરી ગયા હોવાથી અદાલતે પાંચેય સામે કડક વલણ દાખવ્યું છે, અને અદાલતનો સમય બરબાદ કરી નાખવા માટે પ્રત્યેકને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સને-2018 ના વર્ષમા જામનગરમાં ટાઉન હોલ પાસે એડવોકેટ કિરીટભાઈ જોષીની અજાણ્યા ઈસમોએ છરીના આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હતી. જે કેસમા મૃતકના નાના ભાઈ એડવોકેટ અશોકભાઇ જોષીએ જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ (રહે.જામનગર) તેમજ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

રાજકોટ વિભાગના આઈ.જી. અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ આ ગુનાના તપાસ જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર.બી.દેવઘા ચલાવી રહયા છે.તેમજ જામનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ વી.એમ.લગારીયા તપાસનીસ અધિકારીની સાથે તપાસ ટીમમાં મદદમા રહયા છે.

આ કેસમા આરોપીઓ સાયમન લુઇસ દેવીનાદન, અજયપાલસિંહ ઉર્ફે બોબી ઉમેદસિંહ પવારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ(Gujarat Highcourt)માં કેસમાથી છુટવા માટે ક્રોસીંગ અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવલોકન કરાયું હતું કે, આ કેસમા આરોપ ઘડવામા આવેલો છે, તેમજ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે,જેથી સદરહુ અરજી ધ્યાને લઇ શકાય નહી, કેસ ચાલવામા અવરોધ પેદા થાય, તે માટે 7 વર્ષ પછી વ્યર્થ અરજી દાખલ કરેલ હોવાની ટીપ્પણી કરી, બન્ને આરોપીઓને -1 લાખ રૂપિયાનો દંડનો ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટ તરફથી હુકમ કરવામા આવ્યો છે.

List of chief justices of the Gujarat High Court - Wikipedia

આ કેસમા તપાનીસ અધિકારીએ સાહેદોના નિવેદનો લઇ સાહેદ તરીકે દર્શાવેલાં હતા, જે ત્રણ સાહેદો કમલેશ ગોવિદભાઈ પટેલ, દિનેશભાઈ જેન્તીભાઇ સૌઢા, સતીષભાઇ નંદકિશોર શાહ વગેરેએ ગુજરાત હાઇકોર્ટમાં 7 વર્ષના સમયગાળા બાદ અરજી કરી જણાવેલું કે, તેઓએ તપાનીસ અધિકારી સમક્ષ કોઇ નિવેદન લખાવેલું નથી, તેઓના નામ સાહેદમાથી નિવેદન દુર કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી.

જે સાહેદોની અરજી અનુસંધાને ગુજરાત હાઇકોર્ટએ ટીપ્પણી કરી જણાવેલું કે, સાહેદોએ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવો જોઇતો હતો, અને આવી વ્યર્થ અરજી દાખલ કરેલી હોય, જેથી ત્રણેય સાહેદોને 1-1 લાખ રૂપીયા નો દંડ ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટતરફથી હુકમ કરવામાં આવ્યો છે. આમ જામનગરમાં એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસનું પ્રકરણ ગુજરાત હાઇકોર્ટમાં ફરીથી જાગતું થયું છે, અને અદાલતના કડક વલણને લઈને જામનગરમાં ભારે ચર્ચા જાગી છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત હાઇકોર્ટની ૨૧ નવી કોર્ટ બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત

આ પણ વાંચો: રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાનાં શ્લોક મુદ્દે PIL,ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ

આ પણ વાંચો: વન બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા પર સવાલ, ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ