Not Set/ અમરેલી: મોર્નિગ વોક માટે નીકળ્યા 14 સિંહો, વાહન ચાલકોના શ્વાસ થઇ ગયા અદ્ધર

અમરેલી: આપણી સામે જો એક સિંહ પણ આવી જાય તો પણ ભલભલાના શ્વાસ અદ્ધર થઇ જાય, પરંતુ જો આપણી સામે એક સાથે 14 જેટલા સિહો આવી જાય તો?, રાજુલાના રામપરા ભેરાઈ રોડ પરની ઘટના છે જ્યાં 14 સિંહના ટોળાએ રોડ ક્રોસ કર્યો, આ જોતા જ વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ, બે ઘડી તો લોકો કઈ […]

Top Stories Gujarat Videos

અમરેલી:

આપણી સામે જો એક સિંહ પણ આવી જાય તો પણ ભલભલાના શ્વાસ અદ્ધર થઇ જાય, પરંતુ જો આપણી સામે એક સાથે 14 જેટલા સિહો આવી જાય તો?, રાજુલાના રામપરા ભેરાઈ રોડ પરની ઘટના છે જ્યાં 14 સિંહના ટોળાએ રોડ ક્રોસ કર્યો, આ જોતા જ વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ, બે ઘડી તો લોકો કઈ સમજી જ ના શક્યા કે શું કરવું શું ના કરવું. અંતે ત્યાં ઉભા રહેલા લોકોએ  મોબાઈલ કાઢીને સિંહોને કેમરામાં કેદ કરવા લાગ્યાં.

 

ભેરાઈના ખારા વિસ્તારમાં સિંહોનું ટોળું એક સાથે રોડ પર પહોંચ્યુ, વહેલી સવારે અનેક વાહન ચાલકોએ સિંહ દર્શન કર્યા હતાં. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ લોકોને પસંદ આવી રહ્યો છે.