Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીનો વિવાદ (Controversy) સાથેનો નાતો નવો નથી. તેની સાથે હંમેશા કોઈને કોઈ વિવાદ (Controversy) સંકળાયેલા જ રહ્યા છે. હવે પરીક્ષાના ચાર મહિના પછી પણ પરિણામ જાહેર ન થતાં ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા (Exam) લીધાને ચાર મહિના થઈ ગયા, પરંતુ હજી સુધી તેનું પરિણામ જાહેર કર્યુ નથી. તેની પાછળના કોઈપણ પ્રકારના વહીવટી કે શૈક્ષણિક કારણો આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.
Gujarat University ફરીથી વિવાદમાં
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના સત્તાવાળાઓના આ તુમારશાહી ભર્યા અભિગમના કારણે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ (Students) અટવાયા છે. તેમના માટે જાયે તો જાયે કહાં જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આના કારણે માંગ કરવામાં આવી રહી છે કે બીજું સેમેસ્ટર જાહેર થાય તે પહેલાં પરિણામ આપવામાં આવે. યુનિવર્સિટીના સત્તાવાળાઓની આ લાલિયાવાડીને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે. વિદ્યાર્થીઓને લાગે છે કે આ તો જાણે પરિણામ માટે પણ આંદોલન કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. આના કારણે યુનિવર્સિટીની કામગીરીની સામે પણ સવાલો ઊભા થયા છે.
વિદ્યાર્થીઓનું ભાવિ ભયમાં
હવે જો પરિણામ જાહેર નહીં થાય તો વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં સત્તાવાળાઓ સામે મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. યુનિવર્સિટીના સત્તાવાળાઓની બેદરકારી અને નિષ્કાળજીના કારણે દસ હજારથી વધારે વિદ્યાર્થીઓનું ભાવિ હાલમાં અદ્ધરતાલ છે.
