Ahmedabad News/ ગુજરાત યુનિ.ના કાર પૂલિંગના પરિપત્ર સામે મંતવ્ય ન્યૂઝે કર્યુ રિયાલિટી ચેક, આધી હકીકત, આધા ફસાના

Car Poolingનો પરિપત્ર ગુજરાત યુનિવર્સિટીએ જારી કર્યો છે. આ બતાવે છે કે પીએમની અપીલ પછી પણ સરકારી વિભાગે પરિપત્ર જાહેર કરવો પડે છે. પરિપત્ર જાહેર થાય પછી જ તંત્રમાં થોડો ઘણો સળવળાટ થાય છે. બાકી પીએમની અપીલ પણ તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરે છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:  Car Pooling, જાહેર પરિવહન જેવા સાધનોનો ઉપયોગ કરીને પીએમ મોદીએ ઇંધણનો ઉપયોગ સંયમથી કરવાની અપીલ છતાં ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફની ઊંઘ ઉડી લાગતી નથી. તેઓ કાર પૂલિંગથી લઈને જાહેર પરિવહન કે સાઇકલ જેવા વાહનોનો કોઈ ઉપયોગ કરવા જાણે તૈયાર જ નથી. આના પગલે છેવટે વાઇસ ચાન્સેલરે પરિપત્ર બહાર પાડવો પડ્યો છે. હવે આ સરકારી વિભાગો પીએમની અપીલને પણ ગાંઠતા નથી તો પછી સ્થાનિક લોકોના તો શું હાલ કરતાં હશે. પીએમ મોદીની અપીલ અને ગુજરાત યુનિ.ના પરિપત્ર છતાં પણ વહીવટી વિભાગમાં તેના અમલને લઈને ઉદાસીન વલણ જોવા મળ્યું હતું. કર્મચારીમાં પીએમની અપીલથી લઈને પરિપત્રની કંઈ જ પડી ન હોય તેવો જ અભિગમ જોવા મળ્યો હતો. આ જોઈને ગુજરાત યુનિવર્સિટી વર્ષે દહાડે ઇંધણ પાછળ કેટલો ધુમાડો કરી નાખે છે તેને લઈને મોટા ખુલાસા થાય તો આશ્ચર્ય ન પામવું જોઈએ.

પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં ચાલતા ખાડીયુદ્ધને લઈને સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાતા લોકોને સંયમિત રીતે ઇંધણનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે લોકો પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસનો સંયમપૂર્વક ઉપયોગ કરે. પીએમ મોદીની અપીલ પછી દેશવાસીઓની સાથે રાજ્યના સરકારી વિભાગોએ પણ ઇંધણનો એટલે કે ખાસ કરીને પેટ્રોલ-ડીઝલનો સંયમિત ઉપયોગ કરવા કમર કસી છે. તેના સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટીએ પણ તૈયારી આદરતા તેના કર્મચારીઓને કાર પૂલિંગ (Car pooling) કરવા જણાવ્યું છે. આ માટે કાર પૂલિંગ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે.

Car Poolingનો પરિપત્ર ગુજરાત યુનિવર્સિટીએ જારી કર્યો
Car Poolingનો પરિપત્ર ગુજરાત યુનિવર્સિટીએ જારી કર્યો

Car Polling ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કર્યુ

ગુજરાત યુનિવર્સિટીએ પીએમ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને તેના વહીવટી વિભાગ માટે  આ પરિપત્ર જારી કર્યો છે. ઇંધણની બચત માટે પરિપત્ર થકી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીના વહીવટી વિભાગને કાર પૂલિંગની સાથે-સાથે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ બતાવે છે કે પીએમ અપીલ કરે તેનાથી પણ કોઈ વિભાગને સૂઝ પડતી નથી, વિભાગો ફક્ત પરિપત્રથી જ ચાલે છે.  પીએમની અપીલ પછી પણ ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ ચહલપહલ ન થતાં છેવટે વાઇસ ચાન્સેલરે પરિપત્ર બહાર પાડવાની ફરજ પડી છે.

પીએમ મોદીની અપીલ પર Gujarat Universityની પહેલ

આ અંગે મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કરતા જોવા મળ્યુ હતું કે ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓએ કાર પૂલિંગનો પ્રારંભ તો કરી દીધો છે, પરંતુ હજી પણ તેનો સંપૂર્ણ અમલ થતા વાર લાગે તેમ છે. તેની પાછળ રૂટથી લઈને વિવિધ પરિબળો પણ જવાબદાર હોવાનુ મનાય છે. આ સિવાય કેટલાય કર્મચારીઓ હવે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે, પણ તેનો અમલ ક્યારે કરશે તેના પર કોઈ ફોડ પાડ્યો નથી. એક્કા-દૂક્કા કર્મચારીના અમલથી આ વાત નહીં બને. સર્વગ્રાહી પ્રયત્નો જોઈશે.

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પોતે જ કહી ચૂક્યા છે કે પીએમની અપીલનુ પાલન કરવામાં આવશે. તેઓ પોતે પણ કરશે અને યુનિવર્સિટીનો સ્ટાફ પણ કરશે અને ઇંધણ બચાવવાના અભિયાનમાં પોતાનો ફાળો આપશે. આમ કરીને તે બીજા વહીવટી સ્ટાફ માટે પણ પ્રેરણારૂપ બનશે એમ તેમનું માનવું છે.


આ પણ વાંચો : પીએમ મોદીની ટકોર પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાફે અપનાવ્યું કાર પૂલિંગ

આ પણ વાંચો : PM મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, સ્ટાફ માટે ‘કાર પુલિંગ’ લાગુ કરાશે

આ પણ વાંચો : ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ પાછી ઠેલાઈ, એપ્રિલની પરીક્ષાઓ હવે મે મહિનામાં!