Rajkot News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ઇંધણના ઉપયોગમાં સંયમ અપનાવવાની વાત કરી હતી તેના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) એ તેનો અમલ કરવાની પહેલ આદરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાફે વડાપ્રધાનની અપીલનું પ્રતિબિંબ પાડતા કાર પૂલિંગ (Car Pooling) નો પ્રારંભ કર્યો છે. ઇંધણ (Fuel) બચત અને પર્યાવરણની સુરક્ષા (EcoFriendly) માટે કાર પૂલિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનો સ્ટાફ પર પ્રભાવ પડ્યો છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વડાપ્રધાનની અપીલને એક અભિયાન તરીકે હાથ પર લીધી છે.

Car Pooling સૌરાષ્ટ્ર યુનિ.એ શરૂ કર્યુ
જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હજી પણ કાર પૂલિંગનો પ્રારંભ કર્યો છે તેથી તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પણ આ પહેલ આગામી દિવસોમાં વેગ પકડે તેવી આશા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગ્રીન કેમ્પસ માટે પહેલ કરી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જેમ બીજા શિક્ષણ વિભાગો અને સરકારી વિભાગો પણ કાર પૂલિંગને પહેલને અનુસરે તેમ માનવામાં આવે છે.

PMની અપીલ પર સૌરાષ્ટ્ર યુનિ. (Saurashtra University)ની પહેલ
પીએમ મોદીની અપીલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને ખાસ કરીને વહીવટી વિભાગે ઘણી જ ગંભીરતાથી હાથ પર લીધી છે. તેઓ તે સ્વીકારતા પણ થયા છે કે કાર પૂલિંગના કારણે ઇંધણ તો બચશે જ, પરંતુ તેની સાથે-સાથે રસ્તા પર વાહનોની ગીચતામાં પણ ઘટાડો થશે. તેના કારણે રસ્તા પરના ભારણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ ઉપરાંત રસ્તા પર વાહનો ઓછા હોવાથી વાતાવરણ પણ વધુ સ્વચ્છ રહેશે.

પ્રાધ્યાપકોએ પણ શરૂ કર્યો જાહેર પરિવહનનો ઉપયોગ
કાર પૂલિંગની કલ્પના નવી નથી, પરંતુ તેનો જોઈએ તેટલો અસરકારક અમલ થતો નથી. હવે જો તંત્રના જ વિભાગો કાર પૂલિંગનો અસરકારક અમલ કરે તો તેની સીધી અસર જાહેર જનતા પર પણ પડે તેમ છે. પ્રજાજનો પણ તંત્રને કોઈપણ વસ્તુનો અસરકારક અમલ કરતાં જોઈને પોતે પણ અસરકારક અમલ કરવા ઉતરી પડે તેમ છે. હાલના સંજોગોમાં શરૂ થયેલી આ પ્રણાલિ પછી કાયમ માટે ઉપયોગમાં લેવામાં આવે તો છેવટે ફાયદો તંત્રને અને પ્રજાને જ થવાનો છે.
