Ahmedabad News/ સાણંદમાં હાઈપ્રોફાઈલ હુક્કા પાર્ટી પર પોલીસની રેડ, 81 લોકોની અટકાયત, 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલા વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસ રેડ (Police Raid) પાડી 81 યુવક-યુવતીઓની અટકાયત કરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Police Raid

Ahmedabad News:અમદાવાદના સાણંદ વિસ્તારમાં ગોરસ ગામની સીમમાં આવેલા ‘સફલ નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં બુધવારે (4 ફેબ્રુઆરી 2026) મોડી રાત્રે ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર સાણંદ પોલીસે અચાનક રેડ (Police Raid) પાડી હતી. આ પાર્ટીમાંથી 81 યુવક-યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી દારૂ, હુક્કા સહિતનો કુલ 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર, મુંબઈના રહેવાસી અમિત ગોપીલાલ પચેરીવાલ એ પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી મેરેજ એનિવર્સરી નિમિત્તે આ ખાનગી પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં અમદાવાદના જાણીતા બિલ્ડરો, વેપારીઓ, ડોક્ટરો સહિત અનેક પ્રભાવશાળી વ્યક્તિઓ હાજર હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના હાજર લોકોની ઉંમર 35થી 40 વર્ષથી વધુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ પાર્ટીમાં વિકેન્ડ હોમમાં ખાસ રીતે ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. જેમાં 11 ટેબલ પર કેક, વિવિધ પ્રકારના હુક્કા અને દારૂની બોટલો પીરસવામાં આવી હતી. આ સાથે વેલ્કમ ડ્રિન્ક્સથી લઈને જમવા સુધીની વ્યવસ્થા કરાઈ હતી.

સાણંદમાં મોડીરાત્રે પાર્ટીમાં પોલીસની મોટી રેડ (Police Raid)

પાર્ટીમાં 20થી વધુ લક્ઝરિયસ કાર પાર્ક કરાયેલી હતી, જેને પણ પોલીસે જપ્ત કરી છે.પોલીસને બાતમી મળતાં જ તાત્કાલિક રેડ કરવામાં આવી. રેડ (Police Raid) દરમિયાન પાર્ટીમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ પોલીસે તમામને ઘેરી લીધા. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની સીલબંધ અને અડધી ખાલી બોટલો, 10 હુક્કા, હુક્કાના ફ્લેવર્સના પેકેટ્સ અને બોક્સ,70 ગ્લાસ, 74 મોબાઈલ ફોન્સ,અન્ય વસ્તુઓ સહિત કુલ 2.91 કરોડનો મુદ્દામાલ સામેલ છે.

અટકાયતમાં લેવાયેલા તમામ લોકોને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. તેમની ઓળખ, બેકગ્રાઉન્ડ અને દારૂના સેવનની પુષ્ટિ માટે તપાસ ચાલુ છે. પોલીસે (Police Raid) ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: ડ્રગ્સ માફિયાઓ હવે ખેર નથી! ગુજરાત પોલીસે જાહેર કર્યો સ્પેશિયલ WhatsApp નંબર

આ પણ વાંચો: અમદાવાદમાં SMCની મોટી રેડ: વાસણામાંથી ₹12.80 લાખના ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો: અમદાવાદમાં 31st પૂર્વે પોલીસના નાક નીચે જ ડ્રગ્સ અને રૂપલલનાઓ બિન્દાસ્ત!