Gandhinagar News/ ડ્રગ્સ માફિયાઓ હવે ખેર નથી! ગુજરાત પોલીસે જાહેર કર્યો સ્પેશિયલ WhatsApp નંબર

Gujarat Police Drugs Helpline 2026 :ગુજરાત પોલીસની ANTF દ્વારા ડ્રગ્સની બાતમી આપવા માટે WhatsApp નંબર 99040 01908 જાહેર કરાયો છે

Top Stories Gandhinagar Gujarat
Drugs

Gujarat Police Drugs Helpline 2026: ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વની પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા હવે નાગરિકો સીધી માહિતી આપી શકે તે માટે સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Drugsની બાતમી હવે એક મેસેજ પર

Gujarat Police Drugs Helpline 2026 અંતર્ગત હવે કોઈ પણ જાગૃત નાગરિક ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિની જાણકારી સીધી પોલીસને આપી શકશે. આ માટે ANTF ગુજરાતે વોટ્સએપ નંબર 99040-01908 જાહેર કર્યો છે. આ ઉપરાંત, નાગરિકો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 પર કોલ કરીને પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

Drugs

બાતમીદારનું નામ રાખવામાં આવશે ગુપ્ત

ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે ડ્રગ્સ સંબંધિત કોઈ પણ માહિતી આપનાર વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર કે અન્ય વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ડ્રગ્સ માફિયાઓ સામેની આ લડાઈમાં સામાન્ય જનતાનો સહકાર મેળવવા માટે પોલીસ દ્વારા આ મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર પણ જાગૃતિ અભિયાન

ANTF ગુજરાત પોલીસ માત્ર ધરપકડ જ નહીં, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને નશાની લત છોડાવવા માટે પણ સતત કાર્યરત છે. આ ઝુંબેશમાં જોડાવા માટે સોશિયલ મીડિયાના ફેસબુક, ટ્વિટર (@antfgujarat) અને ઈન્સ્ટાગ્રામ (@antf_gujarat) પર ફોલો કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

Drugs


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સચિન ચેકપોસ્ટ નજીક ટેમ્પો પલટતા યુવતીનું મોત, 14 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: સુરતમાં રાંદેર પોલીસે 5.21 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું

આ પણ વાંચો: સુરતની ગોડાદરાની હોટેલમાંથી રૂ 2.53 લાખના MD ડ્રગ્સ સાથે બે લોકો ઝડપાયા