Ahmedabad News/ બોપલના TRP મોલમાં આગથી દોડધામ

હાલ આગ (Fire)લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે

Gujarat Ahmedabad Breaking News
શહેરના બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલમાં શુક્રવારે આગ (Fire) લાગવાની ઘટના સામે આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Ahmedabad News : શહેરના બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલમાં શુક્રવારે આગ (Fire) લાગવાની ઘટના સામે આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મોલની દુકાન નંબર 61માં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવા માટે ત્વરિત કામગીરી શરૂ કરી હતી.

ઘટનાના કારણે મોલમાં હાજર લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતાં આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

હાલ આગ (Fire)લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબુમાં લેવા અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે. વધુ વિગતો માટે તપાસ પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગીતામંદિર વિસ્તારમાં ગેસ એજન્સીમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી

આ પણ વાંચો : સુરતના અડાજણમાં ભીષણ આગ, એપોલો ફાર્મસી સહિત અનેક દુકાનો આગની ઝપેટમાં

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, 18 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે