Gandhinagar News/ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારનું ઐતિહાસિક સહાય પેકેજ

ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. 5300 કરોડથી વધુની સહાય રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે ચૂકવાઈ

Gandhinagar Gujarat
ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. 5300 કરોડથી વધુની સહાય રકમ ચૂકવાઈ ચૂકી છે.

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં થયેલા કમોસમી અને અસાધારણ વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોની પડખે ઊભા રહીને રૂ. 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનારા ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. 5300 કરોડથી વધુની સહાય રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે ચૂકવાઈ ચૂકી છે.

ખેડૂતો પ્રત્યે રાજ્ય સરકારના આ સંવેદનશીલ અને કિસાનહિતકારી અભિગમ બદલ રાજ્યની વિવિધ એ.પી.એમ.સી., માર્કેટયાર્ડ અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મગફળી સહિતના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને આર્થિક સંબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આપત્તિના સમયમાં ઝડપી નિર્ણય અને અસરકારક અમલથી ધરતીપુત્રોને સહાય પહોંચાડવા માટે મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે તે માટે પણ ખેડૂત અગ્રણીઓએ સમગ્ર રાજ્યના ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, નરેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડીયા અને ડૉ. પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખેડુતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય વિતરણનો કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચોઃ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડુતોને રૂ. 2,430 કરોડની સહાય ચૂકવાઈ: જીતુ વાઘાણી

આ પણ વાંચોઃ ગુજરાતમાં પાક નુકસાન બાબતે અર્જુન મોઢવાડિયાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરવાની આપી સૂચના