sports news/ કેમેરોન ગ્રીન બન્યો IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી

કેમેરોન ગ્રીને IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બનવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે મિશેલ સ્ટાર્કનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Trending Sports
Cameron Green bought by KKR for 25.20 crores

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બન્યો છે. IPL 2026ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 25.20 કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ ચૂકવીને તેમને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે ગ્રીને મિશેલ સ્ટાર્કનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે, જેને KKRએ IPL 2023ની હરાજીમાં 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

હરાજીની શરૂઆતથી જ કોલકાતા નાઈટ રાઈડર્સ કેમેરોન ગ્રીન માટે ગંભીર હતી. શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સ સાથે તેમની ટક્કર થઈ, પરંતુ 13.40 કરોડ રૂપિયા સુધી બોલી લગાવ્યા બાદ RR હરાજીમાંથી બહાર નીકળી ગયું. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સે એન્ટ્રી લીધી, પરંતુ 25 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા બાદ CSKએ પણ હાર સ્વીકારી અને અંતે ગ્રીન KKRની પાસે ગયો. કેમેરોન ગ્રીન IPL 2026 ની હરાજીમાં 25.20 કરોડ રૂપિયામાં વેચાયા હશે, પરંતુ નિયમો મુજબ, તેમને 18 કરોડ રૂપિયાથી વધુ નહીં મળે.

કેમરોન ગ્રીનને 25 કરોડ નહી મળશે?

આ IPL ના “મહત્તમ ફી” નિયમને કારણે છે, જે જણાવે છે કે મીની-હરાજીમાં વિદેશી ખેલાડીની મહત્તમ ફી સૌથી વધુ રીટેન્શન સ્લેબ (INR 18 કરોડ) અને પાછલી મેગા હરાજીમાં સૌથી વધુ કિંમત (ઋષભ પંતના 27 કરોડ) કરતા ઓછી હશે. આ વખતે, સૌથી વધુ રીટેન્શન સ્લેબ 18 કરોડ હતો, અને પાછલી મેગા હરાજીમાં, ઋષભ પંતને 27 કરોડ રૂપિયા મળ્યા હતા. પરિણામે, બેમાંથી સૌથી ઓછો 18 કરોડ રૂપિયા છે, જે સૌથી વધુ રીટેન્શન સ્લેબ છે. આનો અર્થ એ થયો કે KKR એ હરાજીમાં ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હોવા છતાં, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને ફક્ત 18 કરોડ રૂપિયા જ મળશે. બાકીની રકમ KKR ના પર્સમાંથી કાપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભારતીય ટીમને વિરાટ કોહલી અને MS ધોનીથી પણ મોટો ચેઝ માસ્ટર મળ્યો

આ પણ વાંચોઃ ભારતે ત્રીજી ટી-20માં સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું, શ્રેણીમાં મળી 2-1ની સરસાઈ

આ પણ વાંચોઃ 23 છગ્ગા, 14 ચોગ્ગા… T20 મેચમાં બેવડી સદી, નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સની તોફાની બેટીંગ