Not Set/ Video: જળસમાધિલે તે પહેલા પોલીસે કરી કોંગ્રેસના 3 ધારાસભ્યોની અટકાયત

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં સિંચાઇ માટે પાણી નહીં છોડાતા જિલ્લાના ચાર કોંગી ધારાસભ્યોએ જળસમાધીની ચીમકી આપી હતી. આવેદન બાદ ધોળીધજા ડેમ ખાતે જળ સમાધી લેવા જતાં કોંગ્રેસના 3 ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યોમાં ખેડૂતો માટે સિંચાઈના પાણીની માંગને લઈને જળસમાધિની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં ઋત્વિક મકવાણા,સોમા પટેલ,નૌશાદ સોલંકી, પુરષોત્તમ સાબરીયાએ બોટાદની […]

Gujarat Others Trending Videos

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં સિંચાઇ માટે પાણી નહીં છોડાતા જિલ્લાના ચાર કોંગી ધારાસભ્યોએ જળસમાધીની ચીમકી આપી હતી. આવેદન બાદ ધોળીધજા ડેમ ખાતે જળ સમાધી લેવા જતાં કોંગ્રેસના 3 ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યોમાં ખેડૂતો માટે સિંચાઈના પાણીની માંગને લઈને જળસમાધિની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં ઋત્વિક મકવાણા,સોમા પટેલ,નૌશાદ સોલંકી, પુરષોત્તમ સાબરીયાએ બોટાદની બ્રાન્ચ કેનાલમાં જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી હતી. ચીમકીને પગલે પોલીસે ત્રણેય ધારાસભ્યોની અટકાયત કરી હતી. આજે સવારે કલેકટર કચેરીએ આવેદન આપ્યા બાદ ધોળીધજા ડેમ પરની બોટાદ તરફ જતી કેનાલમાં ધારાસભ્યો જળ સમાધી લેવાની જિલ્લા કોંગ્રેસ સમિતિએ જાહેરાત કરી હતી.