Surat News/ કાપડના વેપારીઓ પાસેથી માલ ખરીદી 87.27 લાખની છેતરપિંડી, ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની ધરપકડ

ઇકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ટોળકીના અન્ય સભ્યોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે

Surat Gujarat

Surat News : સુરતમાં કાપડના વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી નાણાં ન ચુકવી 87.27 લાખ રૂપિયાની  છેતરપિંડી કરતી ટોળકી પૈકી એક કાપડ દલાલની સુરતથી પોલીસે ધરપકડ કરી છે.  આરોપી કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ કર્યા વિના દુકાનો બંધ કરી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડી.સી.બી. મુજબ અનિલકુમાર હરિવલ્લ મુદ્રા (ઉં.વ. 48, ધંધો: વેપાર, રહે: ઘર નંબર 4/સી, રત્ન જ્યોતિ એપાર્ટમેન્ટ, સિદ્ધિવિનાયક મંદિર સામે, વેસુ, સુરત; મૂળ ગામ: દેગાના રેલવે સ્ટેશન સામે, તા.જી. નાગોર, રાજસ્થાન) એ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરિયાદી પાસેથી શूટિંગ-શર્ટિંગ કાપડનો માલ ખરીદ્યો હતો, પરંતુ તેનું પેમેન્ટ કર્યું ન હતું અને કુલ રૂપિયા 87,27,731/- ની છેતરપિંડી આચરી હતી. આ ગુનાની તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ ગુનામાં આરોપી ગુલજારીલાલ રતનલાલ દોસી (ઉં.વ. 60, ધંધો: વેપાર, રહે: ઘર નં A/1002, નંદનવન-2, વી.આઈ.પી. રોડ, સુરત; વતન: કમોલ ગામ, તા-સાયરા, જી-ઉદેયપુર, રાજસ્થાન) ની તારીખ 09/06/2025ના રોજ બપોરના 01:00 વાગ્યે અટકાયત કરવામાં આવી છે. આરોપી ગુલજારીલાલ દોસી કાપડ માર્કેટમાં મોટું નામ ધરાવતા હોવાનું જણાવી વેપારીઓ/વિવર્સો સાથે વિશ્વાસ કેળવતો હતો. શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરી તેઓ વિશ્વાસ જીતતો હતો.

બાદમાં, વધારે કાપડનો માલ મંગાવી તે માલનું નિયત સમયમાં પેમેન્ટ નહી કરી પોતાની દુકાનો બંધ કરી નાસી જઈ ગુનો આચરતો હતો. ઇકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ટોળકીના અન્ય સભ્યોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત

આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે

આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે