Narmada News/ રાજપીપળા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા નવો નિયમ : ટુ-વ્હીલર માટે એકી-બેકી તારીખે અલગ-અલગ બાજુ પાર્કિંગ કરવાનું રહેશે

આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને અન્ય કોઈ આદેશ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે

Gujarat

Narmada News : રાજપીપળા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ નવો નિયમ લાગુ કર્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે. ઉધાડેએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.

નવા નિયમ મુજબ, નારાયણ જવેલર્સથી સૂર્ય દરવાજા સુધી અને સૂર્ય દરવાજાથી નટરાજ ઈલેક્ટ્રિકલ્સ સુધીના રસ્તા પર એકી તારીખે ડાબી બાજુએ અને બેકી તારીખે જમણી બાજુએ ટુ-વ્હીલર પાર્ક કરવાના રહેશે.જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એક કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ સ્થળ મુલાકાત બાદ આ ભલામણ કરી હતી.

રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારીને નિયમ સંબંધિત બોર્ડ અને બેરીકેટ્સ લગાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. નિયમનો ભંગ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ સજા થઈ શકે છે.આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને અન્ય કોઈ આદેશ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં આપના કાર્યકરો દ્વારા BJPના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢવામાં આવી, ટ્રસ્ટ મફત સેવા આપે છે તો કોન્ટ્રાક્ટર સિસ્ટમ કેમ?’

આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં

આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી