Navasari News: નવસારી (Navsari)ના બીલીમોરા (Bilimora)માં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત નિપજ્યા હતા. જેમાં યુવકોની ઓળખ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરવા 24 કલાકની પણ રાહ ન જોતાં પરિવારમાં રોષ ફેલાયો છે. પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે.
બીલીમોરામાં ટ્રેનની અડફેટે આવતા બે યુવકોના મોત મામલે પરિવારનો રોષ ભભૂકી ઉઠ્યો છે. 1 યુવકના ફોટા પરથી પરિવારજનોએ મૃતદેહની માગ કરી છે. યુવકોની ઓળખાણ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરી દેતાં મૃતક યુવકના પરિવારજનો અને સમાજનો પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો. પોલીસે અંતિમક્રિયા કરવા 24 કલાકની પણ રાહ ન જોઈ. આ મામલે પોલીસે જણાવ્યું કે, લાશ ડિકમ્પોઝ હાલતમાં હોઈ અંતિમક્રિયા જરૂરી હતી. મૃત્યુ પામનાર બે પૈકી એક યુવકની હજુ પણ ઓળખ નથી થઈ. મૃતકના પરિવારે ન્યાયની માગ સાથે પોલીસને રજુઆત કરી છે. હાલ, પરિવારમાં માતમ છવાયો છે.
અગાઉ કચ્છ જીલ્લાના અંજારના ભીમાસર નજીક મહિલા અને તેના બે પુત્રો પાલનપુર ટ્રેનમાં પરત ફરી વળ્યા હતા, ત્યારે ભીમાસર બાજુ જવા પાટા ઓળંગતી વખતે ટ્રેન નીચે આવી જતાં 3 લોકોના મોત થયા છે. ગાંધીધામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પતિની નજર સામે પત્ની, પુત્રોના મોત થતાં પરિવાર વિખેરાઈ ગયું હતું.
વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર 3 યાત્રીઓના ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા હતા. પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેક ક્રોસ કરતી વખતે તીરીવેલી ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા મોત થયા હોવાનું સામે આવ્યું છે. રેલવે સ્ટેશનમાં જ ત્રણ યાત્રીઓના મોતને ભેટ્યા હતા. રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, આ પ્રદેશમાં 5 દિવસ યલો એલર્ટ
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, આ જીલ્લાઓમાં હીટવેવની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર
