Ahmedabad News: અમદાવાદમાં (Ahmedabad) શેરબજારમાં (Stock market) વધુ કમાવવાની તક મેળવવાની લાલચમાં વીમા એજન્સી અને નાણાકીય સલાહકાર મહિલાને રોકાણની સામે 40 થી 60 ટકા નફો કમાવી આપવાની લાલચ આપી 2.25 કરોડથી વધુની છેતરપિંડી (Financial Fraud) કરાતા તુલી દંપતી સામે CID કાઈમમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આવેલા ઠક્કરબાપા નગરમાં વસતા જીગ્નનીશાબેન મિસ્ત્રી વેજલપુરમાં વીમા સલાહકાર તરીકે કામ કરે છે. તેમને 2 વર્ષ અગાઉ ટેનસ્કોપ મેનેજમેન્ કંપનીના જીગર તુલી શેરબજારમાં રોકાણ કરે છે તેમજ રોકાણકારોને ઊંચુ વળતર પણ અપાવે છ. આ લાલચમાં આવી જીગ્નીશાબેનએ 2023માં તેમનો સંપર્ક કરી રૂપિયા 1.88 કરોડનું રોકાણ કર્યુ હતું. જીગર તુલી, તેમની પત્ની સપના તુલી, માતા વીણા તુલીએ જીગ્નીશાબેનનો વિશ્વાસ જીતવા જણાવ્યું હતું કે,, તેઓ આઈપીઓમાં પણ સેટિંગ કરે છે. જેથી 60 ટકા જેટલું ઊંચુ વળતર પણ મળે છે. તેઓ ભાવમાં વધારો કે ઘટાડો પણ કરી શકે છે. રોકાણ બાદ તુલી દંપતીએ 77 લાખ રૂપિયા પરત આપ્યા હતા.
પરંતુ અન્ય રોકાણમાં 2.25 કરોડ ચૂકવ્યા નહતા. જીગર તુલીએ ટ્રેડબુલમાં રોકાણ કરે છે અને તેમની કંપની સિંધુભવન રોડ આવેલી છે તેમ પણ જણાવ્યું હતું. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે, ટેનસ્કોપ કંપનીએ તો કોઈ શેરબજારમાં રોકાણ કર્યુ નથી. મહત્વનું છે કે તુલી દંપતી વિરૂદ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે તેમની સામે ફરીથી ફરિાયાદ કરાતા કુલ 4 ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમ માહિતી મળી છે.
આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
આ પણ વાંચો:મોરબીમાં શેરબજારમાં રોકાણના નામે લાખોની ઠગાઈ
