Dwarka News: દ્વારકાની ગોમતી નદીમાં ત્રણ લોકોના ડૂબવાની કમનસીબ ઘટના બની છે. સ્થાનિક તરવૈયા દ્વારા એકનો બચાવ કરવામાં આવ્યો છે. જો કે તે વ્યક્તિ જે જીવતો હોવાનું મનાતું હતું તે મૃત્યુ પામેલો જાહેર થયો છે. જ્યારે અન્ય બે લોકો ગોમતી નદીમાં લાપતા થયા હતા તેમના મૃતદેહ બીજા દિવસે મળી આવ્યા હતા. આ ઘટના બનવાની સાથે ચકચાર મચી ગઈ છે.
સ્થાનિક વહીવટીતંત્ર, ફાયરબ્રિગેડ, 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સિવાય મોટાપાયા પર સ્થાનિકો પણ ઉમટયા છે. બાકીના બેને શોધવાના પ્રયાસો શરૂ થઈ ગયા હતા.
હમણા મહિના પહેલાં જ દ્વારકામાં આ રીતે બે યુવાન ડૂબી ગયા હતા. દ્વારકાધીશના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને આ દરમિયાન તે ગોમતી નદીમાં પણ ડૂબકી લગાવે છે. અહીં સૌથી મોટી તકલીફ એ છે કે ગોમતી નદી દરિયા સાથે જોડાયેલી છે. તેથી દરિયામાં મોટી ભરતી આવે ત્યારે બહારથી આવેલા યાત્રાળુઓને તેની જાણ હોતી નથી અને તે સમયે જો તે ગોમતી નદીમાં નહાવા પડયા હોય ત્યારે દરિયાના પાણીના કરંટ સાથે ખેંચાઈ જાય તેવી સંભાવના વધારે રહે છે.
ગયા મહિને ભાવનગરથી આવેલા યુવાનો આ રીતે ગોમતી નદીમાં નહાવા ઉતર્યા હતા અને પાણીમાં ઉતરવાની સાથે જ તે ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. જો કે સ્થાનિક તરવૈયાઓ હાજર હોવાથી ત્યાં દોડી આવ્યા હતા અને તેમને બચાવ્યા હતા. તેના પછી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: દ્વારકામાં પોલીસ અધિકારીની દાદાગીરી, મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે કરી મારામારી
આ પણ વાંચો: દ્વારકાના દંડી સ્વામીએ મંતવ્ય ન્યૂઝ ચેનલની મુલાકાત લઇને આર્શિવાદ આપ્યા
