Not Set/ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં મુખ્ય મથક ખંભાળીયામાં શું છે કોરોના ની સ્થિતિ ? મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં શું છે કોરોના ની સ્થિતિ તેનો તાગ મેળવવા મંતવ્ય ન્યૂઝની ટીમ ખંભાળીયા શહેરમાં અને ખંભાળીયા પંથકમાં પહોંચી હતી. ખંભાળીયા શહેરમાં અને ખંભાળીયા પંથકમાં કેવી રીતે કોરોનાની એન્ટ્રી થઈ તેમજ કેટલા કેસો વધ્યા અને હાલ ખંભાળીયા શહેરમાં અને ખંભાળીયા પંથકમાં કોરોનાની સ્થિતિ શું છે તે જાણીએ.  ખંભાળીયા પંથક માં લોકડાઉન થયા બાદ કોઈ કેસ […]

Gujarat Others

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં શું છે કોરોના ની સ્થિતિ તેનો તાગ મેળવવા મંતવ્ય ન્યૂઝની ટીમ ખંભાળીયા શહેરમાં અને ખંભાળીયા પંથકમાં પહોંચી હતી. ખંભાળીયા શહેરમાં અને ખંભાળીયા પંથકમાં કેવી રીતે કોરોનાની એન્ટ્રી થઈ તેમજ કેટલા કેસો વધ્યા અને હાલ ખંભાળીયા શહેરમાં અને ખંભાળીયા પંથકમાં કોરોનાની સ્થિતિ શું છે તે જાણીએ. 

ખંભાળીયા પંથક માં લોકડાઉન થયા બાદ કોઈ કેસ નહોતા પરંતુ જેમ જેમ સમય વીત્યો તેવી રીતે કેસો પણ આવતા ગયા અને લોકડાઉન 4 સુધીમાં 9 કેસ નોંધાયા હતા પરંતુ જ્યારે અનલોક 1 ની શરૂઆત થઈ અને લોકો ને છૂટછાટ મળી ત્યાર બાદ કોરોના ના કેસો માં જાણે ઉછાળો આવ્યો હોય તેમ વધતા ગયા અને કોરોના પોઝીટીવ નો આંક ખંભાળીયા શહેર અને ગ્રામ્ય મળી ને કોરોના પોઝીટીવ નો આંક 72 પર પહોંચી ગયો જેની પાછળ લોકો જ ખુદ જવાબદાર હોય તેવું પણ કહી શકાય જ્યારે લોકો ને છૂટછાટ મળી એટલે લોકો એક શહેર થી બીજા શહેર જવા આવવાનું શરૂ કર્યું બહાર સ્થાયી થયેલા લોકો કોરોના ના દર થી ખંભાળીયા પંથક માં આવવાના શરૂ થયા અને બાદ માં કોરોનાના કેસો વધતા ગયા ખંભાળીયા શહેરમાં નગર પાલિકા અને પોલીસ વિભગ દ્વારા કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવા માટે લોકો ને અપીલ કરાઈ સરકાર ની જોગવાઈ મુજબ દંડ પણ વસુલવાનો શરૂ કર્યો છતાં લોકો તેની નૈતિક જવાબદારી ન નિભાવતા હોઈ તેવી રીતે ખુલ્લેઆમ નિયમ નો ઉલાળીયો કરતા હોય તેવું પણ જોવા મળ્યું હતું. 

બાદ માં તંત્ર ના કડક વલણ થી લોકો તમામ સરકારની ગાઈડલાઈન નું પાલન કરતા થયા પરંતુ ત્યાં સુધીમા કોરોના નો આંક 76 પર પહોંચી ગયો ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો ને અવેર થવાની જરૂર હતી પરંતુ મોટા ભાગે લોકો મુસાફરી કરવા અને કેટલાક નિયમો નું પાલન ન કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના એ પગપેસારો કર્યો જેથી કોરોના પોઝીટીવ નો આંક દિવસે ને દિવસે વધતો ગયો તંત્ર દ્વારા પણ કોરોના ને કાબુમાં કરવા માટે લોકો ને અપીલ કરાઈ છે.

જ્યારે પાલિકા દ્વારા કન્ટેનમેન્ટ ઝોન બફર જોન સહિતના વિસ્તારોમાં સેઇટાઈઝ કરવામાં આવી રહ્યું છે સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ માસ્ક ન પહેરનાર તેમજ નિયમોનું પાલન ન કરનાર પર કાર્યવાહી કરી રહ્યા છે છતાં પણ કોરોના ના પોઝિટિવ ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે જે ચિંતા જનક બાબત કહેવાય જ્યારે કોરોના ના પોઝીટીવ ની ટ્રાવેલ હિસ્ટ્રી આવતી હતી ત્યાં સુધી તો તંત્ર નિયમો મુજબ કામગીરી કરી જ રહ્યું હતું પરંતુ જ્યારે થી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા કેસ આવ્યા ત્યારબાદ આરોગ્ય વિભાગ ની ઊંઘ હરામ થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ ચુકી છે હાલ કોરોના ને નાથવાં તંત્ર અને ખાસકરીને આરોગ્ય વિભાગ ની ટીમ લોકો ને સમજાવી રહી છે સાથે જ નિયમો નું પાલન કરવા અપીલ પણ કરાઈ રહી છે.

પંરતુ મહત્વની વાત તો એ છે કે જ્યાં સુધી લોકો જ પોતાની નૈતિક જવાબદારી નહિ સમજે તો તંત્ર પણ લાચાર બની મુકપ્રેક્ષક બની રહે તે પણ નક્કી છે ત્યારે તંત્ર ની કામગીરી માં લોકો પણ સાથ આપે અને કોરોના ની આ લડાઈ માં લોકો ખુદ અવેર બની સરકારની જાહેર કરેલ કોવિડ 19 ની ગાઈડલાઈન નું પૂર્ણ પણે પાલન કરે તે ખૂબ જ આવશ્યક છે.

@રહીમ ચાકી, મંતવ્ય ન્યૂઝ – દેવભૂમિ દ્વારકા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews