Gandhinagar News/ ગુજરાત જાહેર સેવા આયોગનું આગામી વર્ષોમાં ભરતીનું સમયપત્રક જાહેર

ગુજરાત જાહેર સેવા આયોગે આગામી વર્ષોમાં ભરતી માટેની જાહેરાતોનું કામચલાઉ સમયપત્રક જાહેર કર્યું છે. GPSC આગામી વર્ષોમાં વિવિધ વિભાગોમાં 1751 જગ્યાઓની ભરતી કરશે. જેની જાહેરાત આ વર્ષે કરવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત જાહેર સેવા આયોગે આગામી વર્ષોમાં ભરતી માટેની જાહેરાતોનું કામચલાઉ સમયપત્રક જાહેર કર્યું છે. GPSC આગામી વર્ષોમાં વિવિધ વિભાગોમાં 1751 જગ્યાઓની ભરતી કરશે. જેની જાહેરાત આ વર્ષે કરવામાં આવશે.

આ ભરતીમાં કુલ 160 ડીવાયએસઓ અને નાયબ મામલતદારની જગ્યા ભરવામાંઆવશે. શિક્ષણ સેવા વર્ગ-2ની 300ની જગ્યા ભરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષકની પણ 323 જગ્યા ભરવામાં આવશે. વહીવટી સેવા વર્ગ-1 અને બેની 100 જગ્યા ભરવામાં આવશે.

GPSC એ નજીકના ભવિષ્યમાં ભરતી થનારી 1,751 જગ્યાઓ માટે જાહેરાત, પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાની કામચલાઉ તારીખો જાહેર કરી છે. આ સાથે, GPSC એ ઉમેદવારોને આ જાહેરાતો વિશે અપડેટ રહેવા માટે GPSC ની વેબસાઇટ, ટ્વિટર અથવા એપ્લિકેશન સાથે જોડાયેલા રહેવા અપીલ કરી છે.

ઉમેદવારો માટે GPSC ના ત્રણ મોટા નિર્ણયો
GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોની સુવિધા માટે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કમિશનના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને આ ત્રણેય નિર્ણયો અંગે માહિતી આપી હતી. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ એવી ભરતીઓ માટે અરજી કરી શકશે જેમાં અનુભવની જરૂર નથી. કમિશને ઇન્ટરવ્યુ માટે આવતા ઉમેદવારોને નાસ્તો અને બપોરનું ભોજન આપવાનો પણ નિર્ણય લીધો છે.

ચૂંટણીને કારણે ૧૬ ફેબ્રુઆરીએ પરીક્ષા નહીં હોય
GPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. પંચાયતની ચૂંટણીને કારણે 16 ફેબ્રુઆરીએ GPSC પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પોલીસના રિકન્સ્ટ્રકશનને વરઘોડો ન કહોઃ વિકાસ સહાય

આ પણ વાંચો:ગુજરાત પોલીસ વિભાગમાં ૬૭૭૦ કર્મચારીઓને મળી બઢતી, પોલીસ બેડામાં આનંદનું વાતાવરણ

આ પણ વાંચો:ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂંક, પિડીતોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસનું મહત્વપૂર્ણ પગલું