રાજ્યમાં ફરી એકવાર નકલી IPS અધિકારી ઝડપાયાની ઘટના સામે આવી છે.જી હા… કામરેજ પોલીસે નકલી IPS અધિકારીને ઝડપી પાડ્યો છે. કામરેજ પોલીસે પ્રદીપ પટેલ નામના નકલી IPSની ધરપકડ કરી છે. આ નકલી IPS બનવાનો ડોળ કરતા પ્રદીપ પટેલે તોરણ હોટલમાં ભાગીદારીની વાત કરીને 23 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આરોપી પ્રદીપ પટેલે સમીર જમાદાર નામના વ્યક્તિને તોરણ હોટલમાં ભાગીદાર બનવાનું કહી તેની પાસેથી કુલ રૂ.23 લાખ લીધા હતા. 23 પૈકી આરોપીઓએ 12 લાખ રૂપિયા પરત કર્યા પરંતુ 11 લાખ રૂપિયા પરત કર્યા ન હતા.11 લાખ પરત ન આવતા સમીરે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કામરેજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા પ્રદીપ નામના વ્યક્તિએ ફરિયાદી સમીરને જણાવ્યું કે તે આઈપીએસ અધિકારી છે. પોલીસને શંકા છે કે પ્રદીપ પટેલે નકલી IPS તરીકે અન્ય લોકોને પણ છેતર્યા છે.પ્રદીપ પટેલ તોરણ હોટેલમાં ભાગીદારી કરવા કહ્યું હતું જેમાંથી 23માંથી 11 લાખ પરત ન કરતા સમીરે પોલીસને જાણ કરી હતી. અને ત્યારબાદ કામરેજ પોલીસે ફરિયાદના આધારે પ્રદીપ પટેલને ઝડપી લીધો છે. જેને પોતે IPS ઓફિસર હોવાની ઓળખ આપી હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી
આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી
આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
