Surat News: સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી જતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા રેલ્વેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી છે. કપલીનમાંથી એક ડબ્બો અલગ થયો હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.
અમદાવાદ ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી દરમિયાન અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. રેલ્વેના ડબ્બા કેવી રીતે છુટા પડ્યા તેની રેલ્વે વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. ટ્રેનના ડબ્બા છૂટા પડતા હાલમાં રેલ વ્યવહારને અસર પડી રહી છે.
અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે. રેલ્વેના ડબ્બપા જોડીને બાદમાં ટ્રેન રવાના કરાશે.
આ પણ વાંચો:ખેડામાં CM ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
આ પણ વાંચો:ડીસામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, વિધાનસભા અધ્યક્ષે કર્યું ધ્વજવંદન
આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી