Gujarat Flag Hoisting News: અમદાવાદમાં બાવળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ કલેકટર પ્રવીણા ડી. કે.એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. ધ્વજવંદન બાદ સંબોધતા કહ્ું કે નમો સરસ્વતી, નમો સાધનામાં ઘણું કામ થઇ રહ્યું છે, આયુષ્માન કાર્ડ 100 ટકા ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તટ પર છે. પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતી અપાઇ રહી છે. કરોડો છેતરપિંડીના રૂપિયા લોકોને પરત અપાવ્યા છે.
સાબરકાંઠામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે. હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ છે.રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે ધ્વજવંદન કર્યુ છે. મોટી સંખ્યામાં નેતા, અધિકારીઓ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં છે. 36 જેટલા પોલીસ કર્મીઓનુ સન્માન કરાયું છે. શિક્ષણ પ્રધાનના હસ્તે પોલીસ કર્મીઓનુ સન્માન કરવામાં આવ્યું છે.
દાહોદના ઝાલોદમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ છે. લીમડીના ઝંડા ચોક ખાતે કરાઈ ઉજવણી. ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ હાજર રહ્યા છે. શાળાઓ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું.
જૂનાગઢમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ધ્વજવંદન કર્યું છે. પીટીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો છે. વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા છે. કૃષિ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું છે.
મહેસાણાના વિજાપુરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ છે. વિજાપુર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી છે. મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો છે. મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સુરતમાં 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ છે. બારડોલીના તાજપોર કોલેજ ખાતે કરાઈ ઉજવણી. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજ ફરકાવ્યો છે. કાર્યક્રમમાં પોલીસ, કલેકટર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે. વિધાનસભા દંડક દ્વારા રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી છે. કાર્યક્રમમાં બાલકૃષ્ણ શુક્લા દ્વારા ધ્વજવંદન કરાયું છે. સાંસદ હેમાંગ જોષી, ધારાસભ્યો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. વિવિધ વિભાગના કર્મચારીઓનુ સન્માન કરાયું છે. ધ્વજવંદન કર્યા બાદ બાલકૃષ્ણ શુક્લાએ સંબોધન કર્યું છે.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કર્યું છે. હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર હાજર રહ્યા હતા. શહેઝાદખાન પઠાણ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:ખેડામાં CM ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
આ પણ વાંચો:ડીસામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, વિધાનસભા અધ્યક્ષે કર્યું ધ્વજવંદન
આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી