Morbi News/ મોરબીના જેતપર સત્યાગ્રહને મહેન્દ્રનગરના 400 લોકોનું સમર્થન, રામધુન સાથે ખેડૂતોની લડતને મળ્યો વધુ બળ

મોરબીના જેતપર ગામમાં વીજ ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના સત્યાગ્રહ (Jetpar Farmers Satyagraha)ને મહેન્દ્રનગરના 400 લોકોનું સમર્થન મળ્યું. રામધુન સાથે ખેડૂતોની લડતને વધુ બળ મળ્યું.

Gujarat Others Breaking News
Jetpar Farmers Satyagraha:રામધુન સાથે ખેડૂતોને મળ્યો જનસમર્થનનો મજબૂત સાથ

Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામમાં વીજ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના સત્યાગ્રહ (Jetpar Farmers Satyagraha)ને દિવસેને દિવસે વધુ જનસમર્થન મળી રહ્યું છે. આજે મહેન્દ્રનગર ગામમાંથી આશરે 400 લોકો સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યા હતા અને ખેડૂતોની લડતને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.

Jetpar Farmers Satyagraha:મહેન્દ્રનગરથી 400 લોકો જેતપર સત્યાગ્રહમાં જોડાયા

સત્યાગ્રહ છાવણીમાં પહોંચેલા ગ્રામજનોએ રામધુનનું ગાન કરીને ખેડૂતો સાથે એકતા અને સંઘર્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને કારણે સત્યાગ્રહ (Jetpar Farmers Satyagraha) સ્થળે ઉત્સાહ અને એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

જેતપરમાં વીજ કંપની દ્વારા ખેડૂતોની જમીનમાંથી વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર કરવાની પ્રક્રિયાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન અને હિતોને અસર કરતી કામગીરી સામે યોગ્ય ઉકેલ મળવો જોઈએ. આ મુદ્દે તેઓ વિવિધ માંગણીઓ સાથે સતત સત્યાગ્રહ (Jetpar Farmers Satyagraha) અને આંદોલન ચલાવી રહ્યા છે.

મહેન્દ્રનગરથી આવેલા લોકોના સમર્થન બાદ ખેડૂતોના આંદોલનને વધુ બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખેડૂતોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.


આ પણ વાંચો:મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ: ગરબામાં બેનરો સાથે સરકારની વળતર નીતિનો વિરોધ, રાકેશ અમૃતિયા પણ જોડાયા

આ પણ વાંચો:મોરબીના જેતપરમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતો અડગ, MRC કમિટીમાં જોડાવાનો ઇનકાર

આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-3 શરૂ: 12 જિલ્લાના ખેડૂતો એક મંચ પર, 2027ની ચૂંટણીને લઈને સરકારને ચીમકી