ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ મહામારીમાં નડિયાદમાં રહેતી અને ધો.9માં ભણતી વિદ્યાર્થીનીએ વિશ્વનો વિચાર કરી કોરાના વાયરસની સમસ્યા અને સમાધાન વિશે અંગ્રેજીમાં પુસ્તક લખીને સાક્ષરનગરીનું નામ ઉજાગર કર્યુ છે.
નાનાવયની આ દિકરીએ લખેલ પુસ્તકનું 15 મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્યદિને ગુજરાત રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે હિંમતનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. કોરોના વિશે લિખિત આ પુસ્તક ભારતદેશમાં પ્રથમ હોઇ શકે છે. 14 વર્ષની દિકરીએ આ પુસ્તક લખીને જિલ્લા તથા રાજયનું નામ રોશન કર્યુ છે.
નડિયાદ કિડની હોસ્પિટલ પાસે આવેલ શિવનગર સોસાયટીમાં રહેતા અને બિલ્ડર ચંદ્રેશજીતસિંહ કે. જાડેજાની પુત્રી તથા ધો.9માં ભણતી વિદ્યાર્થીની અદિતીબા જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે સ્કૂલ બંધ હતી. ત્યારે કોરોના વિશે લખવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ ડાયરેકટર ઓફ પ્રાસિકયુટર પરેશભાઇ ધોરાના માર્ગદર્શન હેઠળ કોરોનાનાની સમસ્યા અને સમાધાન વિશે અંગ્રેજીમાં લખવાની શરૂઆત કરી હતી. જેમાં કોરોના શું છે? કોરોના કયાંથી આવ્યો, જેનાથી સરકાર દ્વારા અપાયેલા લોકડાઉનના કારણે ધંધારોજગાર ઉપર શી અસર પડી, દેશના આર્થિકતંત્ર ઉપર શી અસર થઇ, કોરોનાની કંઇ હોસ્પિટલમાં સારવાર થાય છે, કોરોનાની વેકસીન તેમજ ગ્રાફિકસ સાથે 18 ચેપ્ટર અને 100 પેજ લખ્યા હતા.
કારોનાની સમસ્યા અને સમાધાન વિશે લખેલ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું. આ પુસ્તક લખવામાં આશરે 50 દિવસ જેટલો સમય થયો હતો. ભારે જહેમત બાદ આ પુસ્તક લખાયું છે. કોરોના વાયરસ વિશે લખેલ અંગ્રેજીમાં પુસ્તકનું વિમોચન તા. 15મી ઓગસ્ટના રોજ ગુજરાતરાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં લખેલ માહિતી અને માર્ગદર્શન માટે ઘણી ઉપયોગી થઇ શકે છે. નાનીવયે આ દિકરીએ અંગ્રેજીમાં પુસ્તક લખીને એક પ્રેરણાદાયી બની છે. આ પુસ્તક વિમોચન પ્રસંગે લેખક અદિતીબાના માતા નીતાબા જાડેજા સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા
યોગેશ પરમાર મંતવ્ય ન્યુઝ, ખેડા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન
આ પુસ્તકમાં લખેલ માહિતી અને માર્ગદર્શન માટે ઘણી ઉપયોગી થઇ શકે છે. નાનીવયે આ દિકરીએ અંગ્રેજીમાં પુસ્તક લખીને એક પ્રેરણાદાયી બની છે. આ પુસ્તક વિમોચન પ્રસંગે લેખક અદિતીબાના માતા નીતાબા જાડેજા સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન
