Not Set/ વિશ્વનાં ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી બે સ્થાન લપસ્યા, આ બે નામ નિકળ્યા આગળ

  વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી બે સ્થાન નીચે લપસીને 7 માં ક્રમે આવી ગયા છે. જણાવી દઇએ કે, મલ્ટીનેશનલ કંપની બર્કશાયર હેથવેનાં સીઇઓ વોરેન બફેટ અને ટેસ્લા અને સ્પેસએક્સનાં સીઇઓ એલન મસ્કએ તેમને એલીટ ક્લબમાં પછાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાણીની કુલ સંપત્તિ હાલમાં 78.3 અબજ […]

India
 

વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી બે સ્થાન નીચે લપસીને 7 માં ક્રમે આવી ગયા છે. જણાવી દઇએ કે, મલ્ટીનેશનલ કંપની બર્કશાયર હેથવેનાં સીઇઓ વોરેન બફેટ અને ટેસ્લા અને સ્પેસએક્સનાં સીઇઓ એલન મસ્કએ તેમને એલીટ ક્લબમાં પછાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાણીની કુલ સંપત્તિ હાલમાં 78.3 અબજ ડોલર છે, જ્યારે છઠ્ઠા સ્થાને રહેલા એલન મસ્કની કુલ સંપત્તિ 78.6 અબજ ડોલર છે. ફોર્બ્સ રીઅલ ટાઇમ અબજોપતિની સૂચિ મુજબ, વોરેન બફેટ વિશ્વનાં પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે, જેની સંપત્તિ હાલમાં 79.5 અબજ ડોલર છે.

જોકે, કોરોના સમયગાળા દરમિયાન મુકેશ અંબાણીની કમાણીમાં ખૂબ વધારો થયો છે. 22 જુલાઈનાં રોજ, અંબાણીની સંપત્તિ 75.1 અબજ ડોલર હતી, જ્યારે તે વિશ્વનાં સૌથી ધનિક લોકોની યાદીમાં પાંચમાં ક્રમે હતા. અંબાણી નિયંત્રિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. જુલાઈમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન ઝડપી ગતિએ વધ્યું હતું, જે બુધવારે 13.17 લાખ કરોડ રૂપિયા (176.4 અબજ ડોલર) સુધી પહોંચ્યું છે. જ્યારે જુલાઈનાં પહેલા અઠવાડિયામાં કંપનીની માર્કેટ મૂડી 160 અબજ ડોલર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.