દિલ્હી
નવા વર્ષના વધામણા લોકોએ આનંદ-ઉલ્લાસથી કર્યા છે. દેશભરમાં વર્ષ ૨૦૧૯નું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે પરંતુ આ લોકો આનંદ કરવામાં આજુબાજુ કોણ છે, તેઓ શું કરી રહ્યા છે તેનું ભાન ભૂલી જાય.
દિલ્લીમાં નવા વર્ષના સેલિબ્રેશનમાં એક બાળકનું મૃત્યુ થયું છે.
Delhi: A 10-year-old died after being hit by a bullet during new year celebrations in Usmanpur yesterday, another minor was injured after being shot at during celebrations in Welcome area. Two people detained in the first incident
— ANI (@ANI) January 1, 2019
સોમવારે ઉસ્માનપુરમાં નવા વર્ષની ઉજવણીમાં બુલેટ શૂટ કરાતા આ ગોળી એક બાળકને વાગી હતી. ૧૦ વર્ષના બાળકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જયારે બીજી ઘટનામાં દિલ્લીના વેલકમ વિસ્તારમાં જ્યાં ઉજવણી કરવામાં આવી હતી ત્યાં એક બાળક ઘાયલ થયો હતો.
૧૦ વર્ષના બાળકના મૃત્યુ મામલે ૨ લોકોની અટકાયત કરવામાં આવી છે.
