Patan News/ પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમ પર અંકુશ મૂકવા પોલીસની મોટી કાર્યવાહી, બેંક મેનેજરોને આપી કડક સૂચનાઓ

સાયબર ફ્રોડના કેસોમાં શંકાસ્પદ બેંક ખાતાઓનો દુરુપયોગ થતો હોવાથી પોલીસે તમામ સરકારી અને ખાનગી બેંકોના મેનેજરો સાથે વિશેષ બેઠક યોજીને તાત્કાલિક માહિતી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

Top Stories Gujarat Breaking News
સાયબર ક્રાઇમ

Patan News:પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમના વધતા કેસોને રોકવા માટે જિલ્લા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સાયબર ફ્રોડના કેસોમાં શંકાસ્પદ બેંક ખાતાઓનો દુરુપયોગ થતો હોવાથી પોલીસે તમામ સરકારી અને ખાનગી બેંકોના મેનેજરો સાથે વિશેષ બેઠક યોજીને તાત્કાલિક માહિતી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે.આ પગલાંથી સાયબર અપરાધીઓને ઝડપી પકડવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

માહિતી અનુસાર, અનેક લોકો કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક ખાતાઓ સાયબર ફ્રોડને ઉપલબ્ધ કરાવે છે. આ ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીથી મેળવેલા પૈસા ટ્રાન્સફર કરવા અને છુપાવવા માટે કરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓથી માત્ર વ્યક્તિગત નુકસાન જ નહીં, પરંતુ દેશના અર્થતંત્રને પણ મોટું નુકસાન થાય છે.અત્યાર સુધીના અનેક કેસોમાં જોવા મળ્યું છે કે, ખાતાધારકો 5થી 10 ટકા કમિશનના બદલામાં પોતાના ખાતાને ‘મની મ્યુલ’ તરીકે વાપરવા દે છે. આનાથી ઠગોને પૈસા ઝડપથી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ફરાર થવામાં સરળતા રહે છે. પોલીસને આવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની માહિતી મળવામાં વિલંબ થતો હોવાથી ગુનેગારો સુધી પહોંચવું મુશ્કેલ બને છે.

સાયબર ક્રાઈમ અંગે પોલીસની બેંકોના મેનેજરો સાથે બેઠક

આ મુદ્દાને ગંભીરતાથી લેતા, SP વી.કે. નાઈ અને સાયબર ક્રાઈમ PI વસાવાએ તમામ બેંક મેનેજરોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં SP વી.કે. નાઈ, Dysp ડી.ડી. ચૌધરી, સાયબર ક્રાઈમ PI વસાવા, LCB PI રાકેશ ઉનાગર સહિત અનેક સરકારી અને ખાનગી બેંકોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં SP વી.કે. નાયીએ બેંક અધિકારીઓને સ્પષ્ટપણે સૂચના આપી કે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા શંકાસ્પદ ખાતાઓ અને ટ્રાન્ઝેક્શનની માહિતી પોલીસને તાત્કાલિક પૂરી પાડવી.પોલીસ તરફથી પત્રવ્યવહાર આવે તો વિલંબ કર્યા વિના સત્તાવાર માહિતી આપવી.આવા ખાતાઓની નિયમિત મોનિટરિંગ કરીને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવી.આ સૂચનાઓનું પાલન ન થાય તો બેંકો સામે પણ કાનૂની કાર્યવાહીની શક્યતા છે તેવું પણ સંકેત આપવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓનલાઈન બેંકિંગ, યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગ સાથે ઠગાઈના નવા નવા પ્રકારો સામે આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં પણ આવા અનેક કેસ નોંધાયા છે, જેમાં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :સાયબર ક્રાઈમ પોલીસે 33.35 લાખના ડિજીટલ એરેસ્ટના પ્રયાસને નિષ્ફળ બનાવી મહિલાને રેસ્ક્યુ કરી

આ પણ વાંચો :ઊનામાં સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર: ઈસ્માઈલી ખોજા જમાતમાં જાગૃતિનો સફળ પ્રયાસ

આ પણ વાંચો :અમદાવાદ સાયબર ક્રાઈમ યુનિટને મળી મોટી સફળતા!