Gujarat News: આજનાં યુગમાં ઇન્ટરનેટ અને મોબાઈલ જીવન શૈલી વધુ સરળ બને છે એજ રીતે આપણે નરી આંખેના જોઈ શકીયે તેવા ગુનેગારો વધતા જાય છે અને કોઈ પણ રીતે ફાઇનાન્સીયલ નુકશાન પહોંચાડવા નવી નવી તરકીબો સાઈબર ગુનેગાર અપનાવે છે. બેન્ક એકાઉન્ટ બંધ થઇ ગયું છે, ફેમેલીમેમ્બર ને ડરાવી ધમકાવી મુસીબત ઉભી કરી સીમકાર્ડ 2-3 કલાક માં બંધ થઇ જશે, અથવા તો તમે લક્કી ડ્રો જીત્યા છો, તમારી એફ.ડી. પાકી ગઈ છે, તમારા પાક ધિરાણ માં રાહત (સબસીડી ) આવેલ છે મોબાઈલ એપ દ્વારા લોન પણ મળી રહે છે ફક્ત આધારકાર્ડ અને પાનકાર્ડથી લોનની પ્રોસેસિંગ ફીસ, વ્યાજદર શોર્ટ ટમ એટલે કે ખુબજ ટૂંકા ગાળા માં ભરવાના હોય છે ના ભરીયે તો બ્લેકમેઇલિંગ, કરીને ફોન માં સ્ટોર રહેલ કોન્ટેક ઉપર ફેંક મેસેજ ફોટા વિડીયો મોકલી બદમાની કરવાની ધમકી, આપવી જેવાં બનાવો બની રહ્યાં છે.

આવા બધા ફોર્ડ નો શિકાર થી બચવા આગાખાન ઈકોનોમિક પ્લાનિંગ બોર્ડ દ્વારા ઉના ઈસ્માઈલી જમાત દ્વારા ઉના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા તેમજ ક્રાઈમ એકસપોર્ટ પોલીસ અધિકારી પિયુષભાઈ જાદવ તેમજ મહિલા ક્રાઈમ નાં બહેનો દ્વારા સાયબર ક્રાઈમ થી બચવા અંગે જમાતખાના સેન્ટર વોલ માં સાયબર ક્રાઇમ અવેરનેસ સેશન નું આયોજન કરેલ જેમા જમાત નાં આગેવાનો યુવાનો બહેનો એ મોટી સંખ્યા માં આ સેમિનાર નો લાભ લીધો હતો.
આ તકે પિયુષ રાઠોડ. સાઇબર ક્રાઇમ સેલ નાં એકસપોર્ટ દ્વારા (આધાર કાર્ડ પર કેટલા સીમ રજિસ્ટર્ડ, ખોવાયેલો/ચોરાયેલો ફોન બ્લોક-અન બ્લોક, ફેક કોલ રિપોર્ટ, કોલ-એસ એમ એસ-વોટ્સએપ થી થતા ફ્રોડ ના રિપોર્ટ) સોશિયલ મીડિયા નો સાચો ઉપયોગ અને ક્યારેક થતો દુરુપયોગ એકાઉન્ટ હેકીગ.પોસિગ ઓટીપી સકેમીગ વિશે માહિતી તેમજ છાત્રો અને ખાસ કરીને યુવતીઓ માટે થતીઓનલાઈન હેરેસમેન્ટ અંગે માહિતીઓનલાઇન શોપિંગ માં શું શું ધ્યાન રાખવું એમ કવચ ઈ સ્કેન સીઈઆરટી – ઇન બોટ રિમૂવલ મોબી આર્મર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમજ ઊના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા તેમજ મહિલા પોલીસ કર્મી દ્વારા ટ્રાફીક ધરેલું ઝગડા વાહનો રોગ સાઈડ ચલાવવા સુરક્ષા અને શાળા બજાર સોસાયટી વિસ્તારમાં બનતાં ક્રાઈમ ગુન્હા અટકાવવા, વ્યસન મુક્તિ જેવી બાબત અંગે ની સમજણ આપી પોલીસ ની કંઈ રીતે મદદથી ક્રાઈમ અટકી શકે તેની સમજણ આપી હતી તેમજ પોલીસ દ્વારા વિવિધ હેલ્પલાઇન શરૂ કરેલ હોય તેનાં નંબર આપી કોઈ પણ સંકોચ રાખ્યા વગર પોલીસ સમાજનો એક હિસ્સો છે તેવું માની કોઈ પણ સમયે મદદ માટે તત્પર હોય છે વિના સંકોચ સંર્પક કરવાં જણાવ્યું હતું.
આ તકે ઈસ્માઈલી ખોજા જમાત ઊના નાં મુખી અલમીન અકબર ભાઈ ઉદાણી કામળિયા આરીફ ભાઈ અનુભાઈ ભાયાણી સુલતાન ભાઈ નાયાણી આગાખાન ઈકોનોમિક પ્લાનિંગ બોર્ડ નાં ચેરમેન અકબર ભાઈ કોઠારીયા સેમીના બેન ઉદાણી કિસ્મત બેન ભાયાણી, મુમતાઝ બેન નાયાણી સહિત બહોળી સંખ્યામાં ઈસ્માઈલી ખોજા જમાત નાં અગ્રણીઓ બહેનો વડીલો યુવાનો છાત્રો ઊપસ્થિત રહ્યા હતા.આ તકે ઉના પી આઈ રાણા તેમજ કેશોદ થી ખાસ સાઇબર ક્રાઇમ એકસપોર્ટ પિયુષભાઈ જાદવ અને મહિલા કર્મી નું જમાત નાં અગ્રણી આગેવાનો દ્વારા પુષ્પ ગુચ્છ આપી બહુમાન કર્યું હતું અને પોલીસ દ્વારા આવું સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

સમાજનાં મુખિ કામળિયા અને આગેવાનો દ્વારા સાઈબર ક્રાઇમ થી કેમ બચી શકાય તેની ઉત્કૃષ્ટ રીતે માહિતી મળતાં અને મહિલા સશક્તિકરણ અંગે ની માહિતી દ્વારા ઈસ્માઈલી ખોજા સમાજ માં જાગૃતિ લાવવા પોલીસ દ્વારા કરાયેલા પ્રયાસ અંગે પ્રસંશા કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈસ્માઈલી ખોજા સમાજ નાં ઉત્સાહિત યુવાનો દ્વારા કરી સફળ બનાવેલ હતું.
@કાર્તિક વાજા
આ પણ વાંચો:જૂનાગઢનાં ઉનામાં દીપડાંએ ખેડૂત પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, લોકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો:ઉનાળામાં સોમનાથ દાદાના 15 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
આ પણ વાંચો:ઉના-ભાવનગર રોડ પર ગમખ્વાર અકસ્માત,બાઇક ચાલક યુવકનું નીપજયું મોત
