અમદાવાદ/ ખોખરા વોર્ડના લોકો પરેશાન, ગંદકીના લીધે વેચવા કાઢ્યા મકાનો અને દુકાનો

અમદાવાદ શહેર સ્માર્ટ સીટી અને સ્વચ્છ સિટી એવોર્ડ મેળવી રહ્યા છે.તો બીજી તરફ શહેરના  ઘણા વિસ્તારમાં સ્વચ્છતા ના ધજાગરા ઉડી રહ્યા છે.આવો જ એક વિસ્તાર છે.

Ahmedabad Gujarat
ગંદકીના
  • દુકાનદારોએ દુકાનો વેચવા કાઢી
  • ગંદકીના લીધે મહેમાનો અને ગ્રાહકો નથી આવતા
  • માથું ફાડી નાખે તેવી દુર્ગંધ થી પરેશાન લોકો
  • કોર્પોરેશનમાં રજૂઆતો છતાં કામગીરી શૂન્ય

અમદાવાદ શહેરની સ્વચ્છતા એવોર્ડ લેવામાં  આવે છે,તો બીજી તરફ ગંદકીના લીધે લોકો મકાન વેચવા માટે મજબુર થયા છે..ખોખરા  વિસ્તારમાં કોર્પોરેશન પ્લોટ માં થતી ગંદકીના લીધે લોકોએ મકાનો અને દુકાનો વેચવા કાઢયા છે.

અમદાવાદ શહેર સ્માર્ટ સીટી અને સ્વચ્છ સિટી એવોર્ડ મેળવી રહ્યા છે.તો બીજી તરફ શહેરના  ઘણા વિસ્તારમાં સ્વચ્છતાના ધજાગરા ઉડી રહ્યા છે.આવો જ એક વિસ્તાર છે.ખોખરા  વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય લાગ્યું છે.ચર્ચ ની બાજુમાં આવેલા કોર્પોરેશન પ્લોટમાં રખડતી ગયો,કચરાના ઢગલા અને મચ્છરનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે. આ વધતા ગંદકીના લીધે લોકોએ ઘરની બહાર બોર્ડ લગાવ્યા છે.ગંદકીના લીધે લોકોએ મકાન વેચવા કાઢ્યા છે.

અહીંના રહેવાસીઓ અને દુકાનદારો આ ગંદકીથી પરેશાન થયા છે.લોકોના ઘરે મહેમાન પણ આવતા નથી અને દુકાનો પર ગ્રાહકો પણ આવતા ખચકાય છે.જેનાથી મહેનત કરીને વસાવવામાં આવેલા મકાન વેચવા પડી રહ્યો છે.

કોર્પોરેશનના અધિકારીઓ કોઈ વાર સાફ સફાઈ કરવા માટે આવે છે.નહિ તો મહિનાઓ સુધી ગંદકીના થર  લાગેલા જ રહે છે.મચ્છર અને ગંદકીનું બદબૂના લીધે વિદ્યાર્થીઓ પણ એટલા જ પરેશાન છે.

આ પણ વાંચો:સેલ્ફીના ચક્કરમાં બે યુવાનો ડૂબ્યા, બચાવ કામગીરી શરૂ

આ પણ વાંચો:સુરતમાં પોષી એકાદશીએ અનોખું તર્પણ, નોનવેજ અને દારૂ પણ કરાય છે અર્પણ

આ પણ વાંચો:ચાલુ ક્લાસમાં હાર્ટએટેકથી મોતનો બીજો કિસ્સો, રાજકોટ બાદ અહીં થયું વિદ્યાર્થીનું મોત

આ પણ વાંચો:ગેરકાયદેસર દબાણોથી લોકોના હાલ – બેહાલ, તંત્રના ટ્રાફિક સપ્તાહ સામે પણ ઉઠ્યા સવાલો