મોરબી/ ગેરકાયદેસર દબાણોથી લોકોના હાલ – બેહાલ, તંત્રના ટ્રાફિક સપ્તાહ સામે પણ ઉઠ્યા સવાલો

મોરબી જિલ્લામાં ટ્રાફિક સત્તાની પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને બીજી બાજુ ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા પાથરણાના દબાણો પોલીસને નજરે પડતા નથી જેથી કરીને લોકો પણ આશ્ચર્યમાં મુકાયેલા છે કે પોલીસ દ્વારા આવી તે કેવી હાસ્યસ્પદ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

Gujarat Others
ટ્રાફિક

મોરબી જિલ્લામાં અનેક રોડ રસ્તા અને મુખ્ય બજારોમાં ગેરકાયદેસર દબાણના લીધે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા પાથરણાના લીધે લોકોને વાહન મુકવા માટેની જગ્યા પણ નથી મળતી, અને લોકો હેરાન પરેશ થાય છે,  એક બાજૂ પોલીસ દ્વારા મોરબીમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, શહેરમાં જેના લીધે ટ્રાફિક થાય છે. તેવા દબાણોને તંત્ર દ્વારા કેમ દૂર કરવામાં નથી આવતા, શહેરમાં ગમેત્યા લારી ગલ્લાઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા માગ કરવામાં આવી છે કે, ટ્રાફિકમાં અડચણરૂપ થતા દબાણો દૂર કરવામાં આવે.અને શહેરના મુખ્ય બજારોમાં લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે.

Untitled 34 8 ગેરકાયદેસર દબાણોથી લોકોના હાલ - બેહાલ, તંત્રના ટ્રાફિક સપ્તાહ સામે પણ ઉઠ્યા સવાલો

એક બાજુ મોરબી જિલ્લામાં ટ્રાફિક સત્તાની પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને બીજી બાજુ ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા પાથરણાના દબાણો પોલીસને નજરે પડતા નથી જેથી કરીને લોકો પણ આશ્ચર્યમાં મુકાયેલા છે કે પોલીસ દ્વારા આવી તે કેવી હાસ્યસ્પદ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

Untitled 34 9 ગેરકાયદેસર દબાણોથી લોકોના હાલ - બેહાલ, તંત્રના ટ્રાફિક સપ્તાહ સામે પણ ઉઠ્યા સવાલો

મોરબી જિલ્લાના હાઇવે સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા છે અને ટ્રાફિકના લીધે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે તે વાસ્તવિકતા છે તેની સાથોસાથ જો શહેરી વિસ્તારની વાત કરીએ તો મોરબી શહેરના પરા બજાર નહેરૂ ગેઇટ ચોક, માર્કેટ ચોક, ગાંધી ચોક, સનાળા રોડ, રવાપર રોડ, મહેન્દ્રનગર રોડ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર આડેધડ લારી, ગલ્લા, પાથરણાના દબાણ થઈ ગયા છે અને તેના કારણે લોકો પોતાના વાહનપાર્ક ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમ છતાં પણ આ દબાણો પોલીસ વિભાગ કે પાલિકા દ્વારા દૂર કરવામાં આવતા નથી તે હકીકત છે.

Untitled 34 10 ગેરકાયદેસર દબાણોથી લોકોના હાલ - બેહાલ, તંત્રના ટ્રાફિક સપ્તાહ સામે પણ ઉઠ્યા સવાલો

હાલમાં પોલીસ દ્વારા મોરબી શહેર અને જિલ્લામાં ટ્રાફિક સપ્તાહની મોરબી શહેરના મુખ્ય માર્ગો અને મુખ્ય ચોકમાં સોનાની થાળીમાં મેખની જેમ લારી ગલ્લા પાથરણાના દબાણો થઈ ગયા છે તેમ છતાં પણ આ દબાણની સામે ટ્રાફિક પોલીસ કે જે દરેક પોઇન્ટ ઉપર અને દરેક મુખ્ય માર્ગ ઉપર ઉભી છે તેના દ્વારા આંખ આડા  કાન કરવામાં આવે છે અને બીજી બાજુ લોકો ત્યાં પોતાના વાહનોને પણ પાર્ક કરી શકતા નથી તેવી પરિસ્થિતિ છે ત્યારે આ લારી ગલ્લા પાથરણાના દબાણને દૂર કરવામાં આવે અને લોકો માટે સારી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી મોરબીના સામાન્ય નાગરિકથી લઈને વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંબાજી અને જલોત્રા ખાતે નિર્માણ થનાર 164 આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન

આ પણ વાંચો:AMCની BRTS બસ ખોટના ખાડામાં, ત્રણ બજેટ વર્ષમાં રૂ.41 કરોડથી વધુ ખોટ

આ પણ વાંચો:‘સ્પર્શ મહોત્સવ’નો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રીએ મહોત્સવનું કર્યું ઉદ્ઘાટન