Video/ પંચમહાલના ગોધરાના ટ્રાફિક પોલીસની દાદાગીરી, રિક્ષા ચાલકને અભદ્ર ભાષામાં આપી ગાળો

ગોધરાના પોપટપુર નજીકનો વીડિયો હોવાનું સામે આવ્યું છે.. વીડિયોમાં ટ્રાફિક પોલીસ  રીક્ષા ચાલકને દંડ ફટકારવાની જગ્યાએ ગાળો બોલતો જોવા મળ્યો છે.

Gujarat Others
ટ્રાફિક પોલીસ 

પંચમહાલ જિલ્લામાં ટ્રાફિક પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે. ગોધરાના પોપટપુર નજીકનો વીડિયો હોવાનું સામે આવ્યું છે.. વીડિયોમાં ટ્રાફિક પોલીસ રીક્ષા ચાલકને દંડ ફટકારવાની જગ્યાએ ગાળો બોલતો જોવા મળ્યો છે. તેમજ 2000ની જગ્યાએ 500 રૂપિયા આપવાની જવાની વાત કરે છે. જ્યારે રીક્ષા ચાલકે પાવતી માગી ત્યારે તેની સામે ગાળો બોલવા લાગે છે. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આપણે જણાવી દઈએ કે, ગોધરાની બાજુમાં આવેલા પોપટપૂરા બાયપાસ ગોધરા પાસે એક રિક્ષાચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યો ત્યારબાદ એક નેમ પ્લેટ વગરના અનઅધિકૃત જેની દંડ વસુલ કરવાની સત્તા પણ નથી તેવા પોલીસ કર્મચારી દ્વારા રૂપિયા 500 ની લાંચ માંગવામાં આવતા રિક્ષા ચાલકે કાયદેસરની સ્લીપની માગણી કરતા રિક્ષાચાલક પાસેથી 2000 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો અને બીભત્સ ગાળો આપી હતી.

આ પણ વાંચો : જિલ્લા કલેકટર કચેરી ખાતે સીએનજી ગેસના ભાવ વધારાના મામલે રિક્ષાચાલકોએ હોબાળો કર્યો

તમે પણ જુઓ આ વીડિયો 

આ પણ વાંચો :રાજકોટ ભાજપ સંગઠન મજબૂત છે,હું કોઈ કોંગ્રેસીને લેવા તૈયાર નથી : સી.આર.પાટીલ

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જીલ્લામાં માવઠાના પગલે 3000 હેક્ટર શિયાળુ પાક પર તોળાતુ જોખમ

આ પણ વાંચો :સીએનજી ગેસના ભાવમાં ફરી વધારાના પગલે સુરેન્દ્રનગર જીલ્લાના 20 હજાર રીક્ષાચાલકોને અસર