@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત
સુરત મનપા દ્વારા ઓક્સીજન એક્સપ્રેસ બસનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટરની મદદથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા એક હેલ્પ લાઈન નબર જાહેર કરવામાં આવ્યો છે. અને આ હેલ્પ લાઈન નબર પર ફોન કરવાથી આ સુવિધાનો લાભ લઇ શકાશે.
રાજકારણ: નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ ફી 100 ટકા માફ કરવા કોંગ્રેસ સેવાદળની રજુઆત
સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને સુરતમાં ઓક્સીજનની પણ અછત ઉભી થઇ હતી. ત્યારે અમેરિકામાં રહેતા દક્ષિણ ગુજરાતનાં ગુજરાતી સમાજનાં લોકો દ્વારા 100 જેટલા ઓક્સિજન કંન્સન્ટ્રેટર સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યા છે. આ ઓક્સીજન એક્સપ્રેસ બસનું લોકાપર્ણ આજે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મનપા કમિશ્નર બી.એન.પાની સહિતનાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
ક્રાઈમ: બોગસ બિલીંગ કૌભાંડ અને 12.31 લાખનાં વિશ્વાસઘાતમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
હેલ્પ લાઈન નબર જાહેર કરાયો
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, જે જરૂરીયાતમંદ અથવા કોરોના સંક્મિત હોય અથવા ઓક્સીજનની જરૂર હોય તો તેઓના માટે એક હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. લોકો આ હેલ્પ લાઈન નંબર પર ફોન કરશે તો દર્દીનો ફોન આવતા કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી જશે. ત્યારબાદ દર્દીની મેડિકલ તપાસ કર્યા બાદ જો તેને ઓક્સિજનની જરૂરિયાત હશે તો તેને ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ત્યાં ઘરે જ ઓક્સિજન આપવામાં આવશે. હાલ સુરત શહેરમાં 100 જેટલા ઓક્સિજન કંન્સન્ટ્રેટર મશીનો છે. જે રોટેશન મુજબ દર્દીને આપવામાં આવશે.
સામુહિક મોતની છલાંગ: ચાણસ્મા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘટી મોટી દુર્ઘટના, માતા-પુત્રીએ ભાણી સાથે કેનાલમાં ઝંપલાવ્યું
ગુજરાતી સમાજનાં લોકો દ્વારા 100 જેટલા ઓક્સિજન કંન્સન્ટ્રેટર સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યા
અમેરિકામાં રહેતા દક્ષિણ ગુજરાતનાં ગુજરાતી સમાજનાં લોકો દ્વારા 100 જેટલા ઓક્સિજન કંન્સન્ટ્રેટર સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યા છે. જે UNITED WE BREATH-Humanitarian aid દ્વારા મોકલવામાં આવ્યા છે. તેમજ અન્ય ઓક્સિજન કંન્સન્ટ્રેટર બારડોલીમાં માલિબા હોસ્પિટલને આપવામાં આવ્યા છે. આ કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે.