સુરત/ જુવાનજોધ યુવકે કેબલ બ્રિજ પરથી ઝંપલાવ્યું, સિક્યોરિટી ગાર્ડને બેગ, ફોન, ગાડીની ચાવી આપી લગાવી મોતની છલાંગ

યુવક કેબલ બ્રિજ પર પહોંચ્યો હતો અને યુવક પોતાનો સામાન, ફોન, ગાડીની ચાવી કેબલ બ્રિજ સિક્યોરિટી ગાર્ડને આપી કેબલ બ્રિજ પરથી છલાંગ લગાવી લીધી હતી.

Gujarat Surat
કેબલ બ્રિજ

સુરતમાં ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના કેબલ બ્રીજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવ છે. યુવક બ્રિજ પર પહોંચ્યો અને પોતાનો સામાન, બેગ તથા ફોન કેબલ બ્રિજ પરના સિક્યોરિટી ગાર્ડને આપ્યો હતો અને બાદમાં દોડીને બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી. જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે યુવકની શોધખોળ હાથ ધરી હતી.

તાપી નદી પરના કેબલ બ્રિજ પર અચાનક યુવક આવી પહોંચ્યો હતો. તેણે પોતાની બેગ, મોબાઈલ સહિતની વસ્તુઓ સિક્યોરિટી ગાર્ડને આપી અને બાદમાં બ્રિજ પર વચ્ચેના ભાગમાં જવા લાગ્યો હતો. આથી સિક્યોરિટી ગાર્ડને તેના પર શંકા ગઈ હતી. જેથી તે યુવકને પકડવા પાછળ દોડ્યો પરંતુ ત્યાં સુધીમાં યુવકે કેબલ બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી.

આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે તાપી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી છે. જો કે, યુવક કોણ હતો અને તેણે શા માટે આ પગલું ભર્યું છે તે હાલ સામે આવ્યું નથી.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ