અમદાવાદ/ વાડજ મેટ્રો સ્ટોપ પરનો સ્લેબનો ભાગ તૂટ્યો, લોકોમાં જોવા મળ્યો રોષ

વાડજ મેટ્રો સ્ટોપ પરનો સ્લેબનો ભાગ તૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જણાવીએ કે એક વર્ષ પહેલાં જ શરૂ થયેલા મેટ્રો સ્ટેશનનો સ્લેબ તૂટતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
Untitled 29 વાડજ મેટ્રો સ્ટોપ પરનો સ્લેબનો ભાગ તૂટ્યો, લોકોમાં જોવા મળ્યો રોષ

@મેહુલ દૂધરજિયા 

  • અમદાવાદના વાડજ મેટ્રો સ્ટેશનના કાંગરા ખર્યા
  • વાડજ મેટ્રો સ્ટોપ પરનો સ્લેબનો ભાગ તૂટ્યો
  • શુક્રવારે સાંજે સીડી પાસે આવેલો થોડો ભાગ તૂટ્યો
  • મેટ્રો સત્તાધીશોએ તૂટેલા ભાગને તાત્કાલિક રીપેર કરી નાખ્યો
  • એક વર્ષ પહેલાં જ શરૂ થયેલા મેટ્રો સ્ટેશનનો સ્લેબ તૂટતા લોકોમાં રોષ

અમદાવાદ શહેર માં મેટ્રો ની શરૂઆત એક વર્ષ અગાઉ થઇ હતી.આ એક વર્ષ માં જ મેટ્રો સ્ટોપના પોપડા પડી રહ્યા છે.વાડજ મેટ્રો સ્ટોપ પર આવી જ ઘટના બની હતી.શુક્રવારે અચાનક જ સ્લેબ ના પોપડા પડ્યા હતા.મુખ્ય સીડી પાસે જ આ પોપડા પડ્યા હતા.અચાનક આ પોપડા પડતા મેટ્રો મેનેજમેન્ટ દોડતું થયું હતું.રાતોરાત આ મેટ્રો ના પોપડા હટાવવામાં આવ્યા હતા.

તૂટેલા ભાગ ને ઢાંક પીછોડો કરવા માટે સફેદ કલર કરી દેવામાં આવ્યો હતો.અને તૂટેલા કાટમાળ ને આડશ પાછળ છુપાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.હજુ તો એક વર્ષ જેટલો જ સમય થતા આવી ઘટના બની તો કોન્ટ્રાકટરે કરેલા કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.અને કોઈ દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ તેવા સવાલ પણ કર્યો હતો.

મેટ્રો સેવા શરૂ થયાના હજુ ગણતરીના મહિનાઓ થયા છે ત્યા આ પ્રકારની ઘટના બની રહી છે તે કેટલું યોગ્ય કહેવાય તેવા સવાલો ઉઠી રહ્યા છે. જે રીતે મેટ્રો તંત્ર સ્વ બચાવ કરતા કહે છે કે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ જો ક્યાંક આ પ્રકારની ગંભીર બેદરકારી અન્ય જગ્યા થઇ હોત તો મોટી જાનહાનિ થઇ શકી હોત.

હાલ તો મેટ્રો સ્વબચાવ કરવામાં આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કોઇ દુર્ઘટના બની નથી. પણ આજે મેટ્રો સ્ટેશન બાંધકામ બન્યા તેના હજુ મહિનાઓ થયા છે ત્યા જ આ પ્રકારના ઘટના ઘણી ગંભીર કહી શકાય. મેટ્રો માટે આ લાલ બતી સમાન કિસ્સો કહી શકાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો:અમદાવાદમાં પહેલી જ વખત ઓવરબ્રિજ બનાવતા પહેલા આરસીસી રોડ બનાવી દેવાનો નવતર પ્રયોગ

આ પણ વાંચો:2016થી 2023 સુધીમાં સીટી બસ અને BRTS બસના અકસ્માતમાં 86 લોકોના મોત

આ પણ વાંચો:મુક્તિ ધામ કે નશાનું ધામ? ડાઘુઓ પણ આ દ્રશ્યો જોઈને ડઘાઈ ગયા

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાયની જાહેરાત