માર્ગ અકસ્માત/ 2016થી 2023 સુધીમાં સીટી બસ અને BRTS બસના અકસ્માતમાં 86 લોકોના મોત

BRTS અને સીટી બસના અકસ્માતથી 4 મહિનામાં 5 લોકોના મોત થયા છે એટલે કે સરેરાશ દર 15 દિવસે બસ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની મોત થઈ રહી છે.

Top Stories Gujarat Surat
BRTS

@અમિત રૂપાપરા 

સુરત મહાનગરપાલિકા દ્વારા સીટી બસ અને BRTSનું સંચાલન કરવામાં આવે છે. પરંતુ આ બસના ડ્રાઇવરોને જાણે બરાબર ટ્રેનિંગ ન આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે BRTS અને સીટી બસના અકસ્માતથી 4 મહિનામાં 5 લોકોના મોત થયા છે એટલે કે સરેરાશ દર 15 દિવસે બસ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની મોત થઈ રહી છે.

Untitled 15 2016થી 2023 સુધીમાં સીટી બસ અને BRTS બસના અકસ્માતમાં 86 લોકોના મોત

સુરત મહાનગરપાલિકા દ્વારા સીટી બસ અને BRTS બસનું સંચાલન સુધારવા માટે ડ્રાઇવરોને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ નવી બસો પણ ઉમેરવામાં આવી રહી છે. પરંતુ અકસ્માતો પર અંકુશ મેળવવામાં મહાનગરપાલિકાના તમામ પ્રયાસો નિષ્ફળ નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે જ્યારે અકસ્માતોની ઘટના સામે આવે છે ત્યારે અકસ્માતમાં મોટાભાગે રાહદારી અથવા તો સામેવાળા વાહનચાલકની બેદરકારી કે સામેવાળા વ્યક્તિની બેદરકારી હોવાનું કહેવામાં આવે છે. તો બીજી તરફ BRTS અને સીટી બસના સંચાલનના 7 વર્ષે પણ હજુ ડ્રાઇવરો ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે.

Untitled 16 2016થી 2023 સુધીમાં સીટી બસ અને BRTS બસના અકસ્માતમાં 86 લોકોના મોત

છેલ્લા 7 વર્ષમાં થયેલા અકસ્માતોની વાત કરવામાં આવે તો 2016માં 9 લોકોના મોત થયા હતા અને 7 લોકોને ગંભીર ઈજા થઈ હતી. 2017માં 13 લોકોના મોત થયા હતા અને 5 લોકોને ગંભીર ઇજા થઈ હતી. 2018માં 16 લોકોના મોત થયા હતા તો 19 લોકોને ગંભીર ઈજા થઈ હતી. 2019માં 15 લોકોના મોત થયા હતા અને 10 લોકોને ગંભીર ઈજા થઈ હતી. 2020માં 5 લોકોના મોત થયા હતા અને 3 લોકોને ગંભીર ઇજા થઈ હતી. 2021માં 9 લોકોના મોત થયા હતા અને 5ને ગંભીર ઇજા થઈ હતી. 2022માં 14 લોકોના મોત થયા હતા અને 23ને ગંભીર ઇજા થઈ હતી. તો 2023માં 5 લોકોના મોત થયા છે અને 3ને ગંભીર ઇજા થઈ છે. ત્યારે છેલ્લા 8 વર્ષના સમયમાં સીટી બસ અને BRTS બસોના અકસ્માતમાં કુલ 86 લોકોના મોત થયા છે અને 75 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 2023ની આ આંકડાકીય માહિતી એપ્રિલ મહિના સુધીની જ છે.

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ

આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

આ પણ વાંચો:કલરવાળું અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદને લઈ જીપીસીબી એક્શનમાં, તાપી નદીના પાણીના લેવાયા સેમ્પલ

આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત