Not Set/ એસ.ટી.કર્મચારીઓ ફરી કરશે આંદોલન, રાજ્ય વ્યાપી હડતાળ કરવાનો કર્યો નિર્ણય

અમદાવાદ, એસ.ટી.કર્મચારીઓ ફરી આંદોલન કરવા જઈ રહ્યા છે. વિવિધ પડતર માંગણીઓને લઇને આગામી ૫ ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી વારંવારની રજૂઆત છતાંય કર્મચારીઓના પ્રશ્નોનોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ રાજ્યવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને મુખ્ય માંગો. સાતમાં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવો. ફિક્સ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 561 એસ.ટી.કર્મચારીઓ ફરી કરશે આંદોલન, રાજ્ય વ્યાપી હડતાળ કરવાનો કર્યો નિર્ણય

અમદાવાદ,

એસ.ટી.કર્મચારીઓ ફરી આંદોલન કરવા જઈ રહ્યા છે. વિવિધ પડતર માંગણીઓને લઇને આગામી ૫ ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી વારંવારની રજૂઆત છતાંય કર્મચારીઓના પ્રશ્નોનોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ રાજ્યવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને મુખ્ય માંગો. સાતમાં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવો. ફિક્સ પગારના કર્મચારીઓને ધારા ધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી.

વર્ષ ૨૦૧૧ પહેલાના આશરે ૧૦૦૦ જેટલા આશ્રિતોનો નોકરી આપવાની મુખ્ય માંગણી કરવામાં આવી હતી જેને પુરી કરવામાં આવે. સાથે જ વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓની અકારણ આંતર વિભાગીય બદલીઓ કરી દેવાઇ છે.

તે રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવાની માંગણી છે અને ખાનગી વાહનો ભાડે લેવાની નીતિ રદ કરવી, બદલી અંગેના પરિપત્રો રદ કરવાની માંગણી પડતર છે. આ તમામ માંગોને લઈને આગામી ૫ ફેબ્રુઆરીએ એસ.ટી.વિભાગના કર્મચારીઓ આંદોલન કરવા જઈ રહ્યા છે.