દુર્ઘટના/ લદ્દાખમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન IAFનું અપાચે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, જાણો પાયલોટની હાલત

ભારતીય વાયુસેનાનું અપાચે હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે.

Top Stories India
YouTube Thumbnail 2024 04 04T191523.032 લદ્દાખમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન IAFનું અપાચે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, જાણો પાયલોટની હાલત

ભારતીય વાયુસેનાનું અપાચે હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં બે પાયલટ હાજર હતા. IAF દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના બુધવારે બની હતી, જ્યારે અપાચે હેલિકોપ્ટરે ટેકઓફ કર્યું હતું, જેના પછી ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનું હતું, પરંતુ ઊંચાઈ અને ઉબડખાબડ જમીનને કારણે હેલિકોપ્ટર લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું ન હતું અને ખરાબ રીતે ક્રેશ થયું. સદનસીબે હેલિકોપ્ટર સાથે આ ભયંકર અકસ્માત સર્જાયા બાદ અંદર રહેલા પાયલોટનો આબાદ બચાવ થયો હતો.

નોંધનીય છે કે અપાચે હેલિકોપ્ટર સાથે થયેલા આ અકસ્માત અંગે ભારતીય વાયુસેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, 3 એપ્રિલે લદ્દાખમાં ઓપરેશનલ ટ્રેનિંગ સોર્ટી દરમિયાન IAFના અપાચે હેલિકોપ્ટરે સાવચેતીભર્યું લેન્ડિંગ કર્યું હતું. “ઉતરાણ પ્રક્રિયા દરમિયાન, ઉબડખાબડ પ્રદેશ અને ઊંચાઈને કારણે તેને નુકસાન થયું હતું.”

ભારતીય વાયુસેનાએ કહ્યું, “બોર્ડ પરના બંને પાયલટ સુરક્ષિત છે અને તેમને નજીકના એરબેઝ પર લઈ જવામાં આવ્યા છે. કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોટા એક્ટર સાથે કામ કરવાની ઘેલછામાં ફસાઈ અભિનેત્રી, લાલચ આપી હેવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ભાઈને બહેનની દારૂ પીવાની આદત ન ગમતાં કરી હત્યા અને પછી લાશ સાથે જે કર્યું….

આ પણ વાંચો:ચાલુ ટ્રેનમાંથી રજનીકાંતે TTEને માર્યો ધક્કો, સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો

આ પણ વાંચો:મહિલા જજ પણ સુરક્ષિત નથી! ઓફિસર પર લગાવ્યા જાતીય સતામણીના આરોપ, હવે જાનથી મારી નાખવાની મળી ધમકી