ઉત્તર પ્રદેશ/ મોટા એક્ટર સાથે કામ કરવાની ઘેલછામાં ફસાઈ અભિનેત્રી, લાલચ આપી હેવાને આચર્યું દુષ્કર્મ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અભિનેત્રી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે.

India Trending
YouTube Thumbnail 2024 04 03T193153.854 મોટા એક્ટર સાથે કામ કરવાની ઘેલછામાં ફસાઈ અભિનેત્રી, લાલચ આપી હેવાને આચર્યું દુષ્કર્મ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અભિનેત્રી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે ફિલ્મ પ્રોડક્શન કંપનીના પ્રમુખ સહિત પાંચ લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપીએ તેના કોલ્ડ ડ્રિંકમાં નશીલા પદાર્થ ભેળવીને તેને પીવડાવી અને પછી દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન તેણીના અશ્લીલ વીડિયો પણ બનાવ્યા હતા અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બ્લેકમેલ કરી જુદી જુદી જગ્યાએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિત કાનપુરના એક બિઝનેસમેનની પુત્રી છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી બનવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન લખનૌની શ્રેયા એન્ટરટેઈનમેન્ટ એન્ડ પ્રોડક્શન કંપનીના પ્રેસિડેન્ટ હેમંત કુમાર રાય તેના કેટલાક વીડિયો જોયા અને તેને મળવા તેના ઘરે આવ્યા. પછી તેને વીડિયો આલ્બમમાં હીરોઈન માટે સાઈન કરવામાં આવી.

એક્ટ્રેસ પર પાંચ લોકોએ કર્યો હતો રેપ

અભિનેત્રીનો આરોપ છે કે હેમંતે પાંચ વીડિયો બનાવવાનું વચન આપ્યું હતું. એક દિવસ આરોપી હેમંત તેને મોટા હીરો સાથે વીડિયો બનાવવાના બહાને પોતાની સાથે મુંબઈ લઈ ગયો. ત્યાં તેણે એક હોટલમાં રૂમ બુક કરાવી, ઠંડા પીણામાં નશો ભેળવી તેની સાથે બળાત્કાર કર્યો અને અશ્લીલ વીડિયો પણ બનાવ્યો. આ પછી, તેણીને ગુવાહાટી અને હૈદરાબાદમાં બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો

પીડિતાનું કહેવું છે કે જો તેણે વિરોધ કર્યો તો વીડિયો વાયરલ કરવા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. આરોપીઓની ધમકીઓથી કંટાળીને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ કૌશલેન્દ્રનું કહેવું છે કે આરોપી હેમંત કુમાર રાય, રાજેશ સિંહ, જમીલ અહેમદ, પી મહેશ અને વિશાલ સરોજ વિરુદ્ધ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીની કલમ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. તેના પર ACPનું કહેવું છે કે યુવતીનું 164નું નિવેદન લેવામાં આવશે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીની મોટી જાહેરાત, સરકાર શૂન્ય વીજળી બિલ લાવવાની બનાવી રહી છે યોજના

આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢા અંગે સૌરભ ભારદ્વાજને પૂછવામાં આવ્યું, ‘અમારી સાથે ના હોત તો…’

આ પણ વાંચો: કેન્સર પીડિતની દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં 9 કલાક દોડધામ, પ્રવેશ ના મળતા ગુમાવ્યો જીવ